ઞીર સોમનાથ જિલ્લાનાં ઞીર ઞઢડા તાલુકાનાં સોનપરા ગામે 26મી જાન્યુઆરી 74માં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી
ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં સોનપરા ઞામે તાલુકા કક્ષાનો 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ધામધુમથી ઉજવણી સરકારી કુમાર કન્યા પ્રાથમિક શાળામાં 74 મો પ્રજાસત્તાક દિન ધામધૂમથી ઉજવાયો જેમાં સોનપરા ગ્રામ પંચાયતનાં સરપંચ તેમજ ગ્રામજનોનાં સહકારથી સરકારી કુમાર કન્યાનાં પ્રાથમિક શાળામાં બંને સ્કૂલનાં પ્રિન્સિપાલ તેમજ શિક્ષક સ્ટાફ દ્વારા પ્રજાસત્તાક દિનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં અનેક આગેવાનોની પણ હાજરી જોવાં મળી હતી આ કાર્યક્રમનાં અતિથિ મહેમાનો ગીર ગઢડા તાલુકાનાં મામલતદાર રથવી સાહેબનાં હસ્તે ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો જેમાં ગીર ગઢડા તાલુકાનાં તાલુકા વિકાસ અધિકારી ભાવેશભાઈ પટેલ અને ગીર ગઢડા પોલીસ સ્ટેશનનાં અધિકારીઓ એ.એસ.આઇ તેમજ તમામ પોલીસ સ્ટાફ કેળવણી નિરીક્ષક તાલુકા પંચાયતનાં સદસ્ય અનેક ઞામનાં સરપંચ પુર્વ સરપંચની હાજરી જોવાં મળી હતી ત્યાર પછી ધ્વજવંદન કરતાંની સાથે રાષ્ટ્રગીતથી આ સ્કૂલનું ગ્રાઉન્ડ ગુંજી ઉઠ્યું હતું અને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો
ત્યારબાદ મામલતદાર સાહેબએ ટુંકુ વક્તવ્ય આપીને કાર્યક્રમની શરૂઆત કરી હતી જેમાં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ પિરામિડનાં અનેક કાર્યક્રમો નાની બાળાઓ અને બાળકોએ રજૂ કર્યા હતાં અને એક નાની બાળાએ ભારત દેશનાં સપુત શહિદ થયેલાં જવાનો અને ભારત દેશને સ્વતંત્રતા તેમજ આઝાદી મળતાની સાથે બાળાએ 26 જાન્યુઆરી નિમિત્તે જોરદાર વક્તવ્ય રજૂ કરતાં ભલભલાનાં હૃદય ધ્રુજાવી દીધા હતાં તેમજ તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ અનેક શિક્ષકઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અને ગીર ગઢડાનાં મામલતદાર સાહેબ તેમજ તાલુકા વિકાસ અધિકારીનું સોનપરા ગ્રામ પંચાયતનાં સરપંચ ઉમેશભાઈ ડોક્ટરે પુસ્તક અર્પણ કરીને સન્માન કર્યું હતું ત્યારબાદ કાર્યક્રમ પૂર્ણ થતાની સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખી પર્યાવરણ બચાવોનો સંદેશો આપતાં અનેક અધિકારીઓએ એક વૃક્ષ વાવીને આ કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો ત્યારબાદ સોનપરા સરકારી કુમાર કન્યા પ્રાથમિકશાળાની મુલાકાતે મામલેતદાર સાહેબ તેમજ તાલુકા વિકાસ અધિકારી સાહેબ સ્કૂલની મુલાકાત લીધી હતી અને ત્યાં નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું જે તમામ સ્ટાફ સાથે અને અતિથિ મહેમાનો સાથે અને બાળકોને નાસ્તો કરાવીને આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો ત્યારબાદ બોડીદર ગામની મુલાકાતે ઉગા બાપાનાં મંદિરે તેમજ શ્રી રામજી મંદિરની મામલેતદાર સાહેબે મુલાકાત લિધી હતી
પ્રેસ રિપોર્ટર ડી.કે વાળા ગીર ગઢડા ગીર સોમનાથ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.