વલસાડમાં DJ ના તાલે ગણેશ પ્રતિમા લાવતા યુવકોને અટકાવતા ધારાસભ્ય અને પોલીસ વચ્ચે તુતું મૈં મૈં - At This Time

વલસાડમાં DJ ના તાલે ગણેશ પ્રતિમા લાવતા યુવકોને અટકાવતા ધારાસભ્ય અને પોલીસ વચ્ચે તુતું મૈં મૈં


સમગ્ર ઘટના અંગે મળતી વિગતો મુજબ વલસાડના તિથલ રોડ પર આવેલા લોહાણા સમાજના હોલ ખાતે આહીર ગૃપના ગણેશ મંડળના કાર્યકરો ગણપતિની પ્રતિમાને લઇને આવી રહ્યા હતા. ત્યારે DJ ઉપર ડાન્સ કરી રહ્યાં હતા. આ દરમિયાન PI દીપક ઢોલ પોતાના સ્ટાફ સાથે ડીજે બંધ કરાવવા ગયા હતા. જે દરમ્યાન કોઈ એક યુવકનો એક પોલીસ જવાનને ધક્કો લાગતાં પોલીસ અને ગણેશ મંડળના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. તેમાં બંનેએ એકબીજા પર અપશબ્દો બોલવાના આક્ષેપ કરી DJ માટે લાવેલ લેપટોપ જપ્ત કરી લીધું હતું. ઘટનાની જાણ વલસાડના ધારાસભ્ય ભરત પટેલને થતા તે પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પોલીસ કર્મચારીઓ ને તતડાવવા લાગ્યા હતાં. પોલીસ અને કાર્યકરો અને ધારાસભ્ય વચ્ચેની બાબલમાં PI દીપક ઢોલને પણ ખખડાવી નાખ્યા હતા. તેમણે PIને કહ્યું હતું કે, 'તાજીયામાં ડીજે વાગ્યું અમે કઈ કીધું નથી તો તમે ગણપતિમાં વાગતા ડીજેને અટકાવશો તે નહીં ચાલે. હું કહું તો અત્યારે હુલ્લડ થાય તેમ છે. પણ તંત્રને ટેકો આપું છું. ધક્કો તો હું આવ્યો ત્યારે મને પણ વાગ્યો હતો. દાદાગીરી નહિ કરવાની, રેલી નીકળશે અને હું એમાં આવીશ મારી ધરપકડ કરજો.... જો કે આખરે બંને પક્ષોએ એકબીજા પર આક્ષેપબાજી કર્યા બાદ મામલો શાંત પડ્યો હતો. પરંતુ પોલીસ અને ધારાસભ્ય વચ્ચેની બબાલ નો વીડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થતા હવે લોકો મોજથી તેને ફોરવર્ડ કરી બેઘડી આનંદ લઈ રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.