વીંછિયા ગામે પોલીસ પર પથ્થરમારો કરનારા ૬૦ લોકોની ધરપકડ કરી જેલ હવાલે કર્યા વીંછિયા ગામ બીજે દિવસ બંધ અને બપોર બાદ ખુલ્લું - At This Time

વીંછિયા ગામે પોલીસ પર પથ્થરમારો કરનારા ૬૦ લોકોની ધરપકડ કરી જેલ હવાલે કર્યા વીંછિયા ગામ બીજે દિવસ બંધ અને બપોર બાદ ખુલ્લું


(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
વીંછિયા તાલુકાના થોરીયાળી ગામે  લેન્‍ડ ગ્રેબિંગની ફરિયાદ કરનાર કોળી યુવાન ઘનશ્‍યામ રાજપરાની આઠ જેટલા રબારી સમાજના આરોપીઓ દ્વારા નિર્મમ હત્‍યા કરવામાં આવી હતી. જેના ઘેરા પડઘા કોળી સમાજમાં પડ્‍યા હતા. ગઈકાલે હજારોની સંખ્‍યામાં એકઠા થયેલ કોળી સમાજના લોકોએ આરોપીનું આખા ગામમાં સરઘસ કાઢવાની માંગ કરતા પોલીસે ન સ્‍વીકારતા પોલીસ સ્‍ટેશન ઉપર પથ્‍થર મારો કરવામાં આવ્‍યો હતો. ગઈકાલે ભરેલા અગ્નિ બાદ આજે પરિસ્‍થિતિ શાંત છે. પોલીસે પથ્‍થરમારો કરનાર ૮૭ શખ્‍સો સામે ગુન્‍હો દાખલ કરી ૬૦ શખ્‍સોની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતાં. આજે બીજા દીવસે અડધો દીવસ ગામ સ્‍વયંભુ બંધ અને ખુલ્લું રહ્યું હતું. થોરીયાળી ગામમના કોળી યુવાન ઘનશ્‍યામભાઈ રાજપરાએ ત્રણ વર્ષ પહેલા ગામના જ રબારી સામે લેન્‍ડ ગ્રેબિંગની અરજી કરેલ હતી. જે અરજીનો ખાર રાખી મુખ્‍ય આરોપી શેખા ગભરુ સાંભડ સહિત આઠ આરોપીઓ દ્વારા ગત તા.૩૦ ના રોજ ઘનશ્‍યામ રાજપરા ઉપર તીક્ષણ હથિયારોથી હુમલો કર્યો હતો. બાદમાં બે દિવસની સારવાર બાદ ઘનશ્‍યામ રાજપરાનું મોત થતા વિછીયા પંથકમાં ભરેલા અગ્નિ જેવી સ્‍થિતિ ઊભી થઈ હતી. જેને ગઈકાલે કોળી સમાજના લોકો દ્વારા રોદ્ર સ્‍વરૂપ લેતા અને આરોપીઓનું જાહેરમાં આખા ગામમાં સરઘસ કાઢવાની માંગ કરતા પોલીસે આરોપીઓની સલામતી અને બીજા વિવાદો ઊભા ન થાય તે માટે આરોપીની જાહેરમાં સરઘસ કાઢવાની ના પાડતા મામલો બિચકયો હતો. પાંચ હજારથી વધુ લોકો ભેગા થયા હતા તેમાંથી અમુક લોકોએ પોલીસ સ્‍ટેશન ઉપર પથ્‍થરમારો કરતા પોલીસે ટીયર ઞેસના ૧૦ થી વધુ સેલ છોડી મામલો માંડ થાળે પાડ્યો હતો. આ બનાવ બાદ જિલ્લા ભરની તમામ પોલીસને વિછીયા પહોંચવા સૂચના મળતા જિલ્લા ભરની પોલીસ વિછીયા પહોંચી પેટ્રોલિંગ અને ફ્‌લેગ માર્ચ કરી મામલો થાળે પાડ્‍યો હતો. પથ્‍થરમારાની ઘટનામાં સાત જેટલા પોલીસ કર્મીઓને ઈજા પહોંચી છે. આ બનાવમાં સંઘવાયેલા અને ટોળાને ઉશ્‍કેરી પથ્‍થર મારો કરનાર ૮૭ જેટલા લોકો સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે. અને તેમાંથી ૬૦ શખ્‍સોની ઘરપકડ પણ કરી લેવામાં આવી છે. ઉપરાંત સી.સી.ટી.વી.માં દેખાતા શખ્‍શો સામે પણ હજુ તપાસ બાદ ગુનો દાખલ કરવામાં આવશે. ટિયર ગેસના સેલ છોડ્‍યા બાદ ટોળામાં ભારે નાશ ભાગ મચી ગઈ હતી. જે દરમિયાન ૧૫૮ બાઈક પણ પોલીસે પોતાના કબજામાં લીધા છે. અને આ બાઈકના માલિકો સામે પણ ગુનો દાખલ કરવામાં આવશે. ગઈ કાલે ભારેલા અગ્નિ બાદ આજે બીજા દીવસે વિંછીયા ગામમાં શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે. અને ગામ અડધું ખુલ્લું તો અડધું બંધ રહ્યું હતું. પોલીસ સતત વિંછીયા તેમજ આજુબાજુના રસ્‍તાઓ ઉપર પેટ્રોલિંગ કરી રહી છે. અને પરિસ્‍થિતિ થાળે પાડવા પ્રયત્‍ન કરે છે. વધુ કોઈ ઘટના ના બને અને તેને થાળી પાડવા એસ.આર.પી.ની એક ટુકડી પણ વિછીયા પહોંચી ગઈ છે. આ ઉપરાંત રેન્‍જ આઈ.જી. અશોકકુમાર યાદવ અને  રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ પણ વિછીયા ખાતે પડાવું નાખી પરિસ્‍થિતિ ઉપર જાત દેખરેખ રાખી રહ્યા છે. રૂરલ એલસીબી, રૂરલ એસઓજી તથા જીલ્લાભરનો પોલીસ કાફલો ખડકી દેવાયો છે. સોમવારે ત્રણ વાગ્‍યે આરોપીનું રી-કન્‍ટ્રક્‍શન કરવાનું હોવાથી બપોરે ત્રણ વાગ્‍યે વિંછીયા પહોંચી જવા મરણ જનાર ઘનશ્‍યામભાઈના ફોટા સાથે એક બેનર સોશિયલ મીડિયાના માધ્‍યમથી વાયરલ કરવામાં આવેલું જે બેનર જેમણે પણ વાયરલ કર્યું છે તેમની સામે પણ ગુનો નોંધવામાં આવશે. તેવું પોલીસ પાસેથી જાણવા મળ્‍યું છે. આજે ગામ સ્‍વયંભુ ખુલ્લું બંધ છે. કોઇ અનિચ્‍છનીય બનાવ ન બને તે માટે પોલીસ અને એસઆરપીનું પેટ્રોલીંગ સતત ચાલુ છે. પથ્‍થરમારાની ઘટનામાં કોઇને પણ છોડવામાં નહીં આવે રેન્‍જ આઇ જી. અશોકકુમાર યાદવ વિછીયા ખાતે જે બનાવ બન્‍યો હતો તે અનુસંધાને આજે તમામ વિસ્‍તારોની મુલાકાત લીધેલી છે અને પોલીસ દ્વારા જે જે લોકો સામેલ હતા એ તમામ વિરોધમાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે પોલીસના તમામ અધિકારીઓ કર્મચારીઓ આ કામગીરીમાં લાગેલા છે. અત્‍યારે હાલ પરિસ્‍થિતિ ખૂબ જ કંટ્રોલમાં છે અને પોલીસ દ્વારા ફલેઞ માર્ચ અને સતત પેટ્રોલિંગ કરી રહી છે તેમણે લોકોને જણાવ્‍યું હતું કે હું આપને અપીલ કરું છું કે કોઈપણ વ્‍યક્‍તિ કોઈપણ પ્રકારનો ઉશ્‍કેરાટ ફૈલાવે તો ધ્‍યાન ન આપે. તેમણે સ્‍પષ્ટ જણાવ્‍યું હતું કે આ મુદ્દે પોલીસ કોઈપણ પ્રકારની બાંધછોડ નહીં કરે જે આરોપીઓની ઓળખ થઈ છે તે તમામ પથ્‍થરબાજોની ધરપકડ કરવા જુદી જુદી ટીમો બનાવવામાં આવી છે. અને ડાયરેક્‍ટ કે ઇનડાયરેક્‍ટ રીતે જે કોઈપણ સંડાયેલા હશે તેમને છોડવામાં નહીં આવે અત્રે નોંધનીય છે કે ગઈકાલે વિંછીયા આરોપીઓના સરઘસ જૉવા માટે બાઈક પર જનારા અમરાપુરના યુવાન ચંદુભાઈ રામજીભાઈ મકવાણા નામધારી યુવાનને કોઈ અજાણી કારએ હડફેટે લેતાં તેનું આજે મુત્યું થયું હતું આમ ખોબા જેવડા અમરાપુર ગામમાં શોકની લાગણી પ્રસરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.