ભાવનગરમાં ગ્રામ સંજીવની સમિતિ અને કોમ્યુનિટી હેલ્થ ફોર એક્શન તાલિમ યોજાઈ

ભાવનગરમાં ગ્રામ સંજીવની સમિતિ અને કોમ્યુનિટી હેલ્થ ફોર એક્શન તાલિમ યોજાઈ


ભાવનગરમાં ગ્રામ સંજીવની સમિતિ અને કોમ્યુનિટી હેલ્થ ફોર એક્શન વિષય પર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો ચંદ્રમણી પ્રસાદની સુચનાથી તાલુકા હેલ્થ ઓફિસર ડો. સુફિયાન ભાઇ લાખાણીનાં માર્ગદર્શન હેઠળ બહુમાળી ભવન ખાતે સબ સેન્ટર, કાળાતળાવ, ભૂતેશ્વર, માલણકા, ગુંદી, લાખણકા, થળસર, બૂધલ, ૨સોડ, વડરા, વરતેજ ૧ નાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર આરોગ્ય કર્મચારીની તાલિમ યોજાઇ હતી.

આ તાલિમ ડો. મનીષકુમાર ભોજ અને તાલુકા હેલ્થ સુપર વાઇઝર અનિલ ભાઇ પંડીત દ્વારા અપાઈ રહી છે આ તાલિમ દ્વારા લોક ભાગીદારી કરીને આરોગ્ય વિષયક જનજાગૃતિ કરવાનો હેતુ છે.

ભાવનગર બ્યુરો મૂળશંકર જાળેલા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »