બાળકોને પરીક્ષાનો ડર દૂર કરવાના હેતુથી જસદણમાં એક ભવ્ય સેમીનારનું આયોજન થયું - At This Time

બાળકોને પરીક્ષાનો ડર દૂર કરવાના હેતુથી જસદણમાં એક ભવ્ય સેમીનારનું આયોજન થયું


બાળકોને પરીક્ષાનો ડર દૂર કરવાના હેતુથી ઝેનિથ કોચિંગ ક્લાસ(શિવરાજ સર) અને સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા એક અદ્ભુત સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના શ્રેષ્ઠ મોટીવેશનલ સ્પીકર એવા સુહાગ પંચાલ દ્વારા બાળકોને પરીક્ષાના ભયથી કેમ દૂર રહેવું એ સમજાવ્યું હતું. આ તકે તમામ શાળાના ધો.૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ અને વાલીઓ હાજર રહી સેમિનારને ખૂબ સફળ બનાવ્યો હતો. અંતમાં ઝેનિથ ક્લાસ ના સંચાલક શિવરાજ સરે તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image