રાજકોટ શહેર સાંઢિયા પુલ પરના નવા બ્રિજના બાંધકામ બાબતના પ્રતિબંધક આદેશો. - At This Time

રાજકોટ શહેર સાંઢિયા પુલ પરના નવા બ્રિજના બાંધકામ બાબતના પ્રતિબંધક આદેશો.


રાજકોટ શહેર સાંઢિયા પુલ પરના નવા બ્રિજના બાંધકામ બાબતના પ્રતિબંધક આદેશો.

રાજકોટ શહેર તા.૨૧/૫/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેરના જામનગર રોડ ઉપર આવેલા સાંઢિયા પુલને તોડીને નવો બ્રીજ બનાવવાનું કામ ટુંક સમયમાં ચાલુ કરવામાં આવશે, જેથી હોમ ફોર બોયઝ નજીકમાં આવેલા પેટ્રોલપંપ થી જુના એરપોર્ટ પાસે બગીચા સુધી સાંઢીયા પુલનો રોડ, નવા બ્રિજનું બાંધકામ પુર્ણ થાય ત્યાં સુધી તમામ પ્રકારનાં વાહનો માટે અવર-જવર બંધ કરવામાં આવ્યો છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા જાહેર જનતા માટે પ્રતિબંધક આદેશો પ્રસિધ્ધ કર્યા છે. હોસ્પિટલ ચોકથી માધાપર ચોકડી તરફ જવા માટે ટુ-વ્હીલર વાહનો, કાર, એમ્બ્યુલન્સ જેવા તમામ પ્રકારના લાઈટ વેઈટ વ્હીકલ વાહનો હોમફોર બોયઝ (પેટ્રોલપંપ) થી ભોમેશ્વર રોડ થી ભોમેશ્વર ફાટક થી ભોમેશ્વર મંદિર થી જામનગર રોડ તરફ જઈ શકશે. ટુ-વ્હીલર સિવાયના તમામ વાહનો માટે વન-વે રહેશે. માધાપર ચોકડીથી હોસ્પિટલ ચોક તરફ આવવા માટે ફક્ત ટુ-વ્હીલર વાહનો ભોમેશ્વર મંદિર થી ભોમેશ્વર ફાટક થી હોમફોર બોયઝ (પેટ્રોલપંપ) થી હોસ્પિટલ ચોક તરફ જઈ શકશે. થ્રી વ્હીલર વાહનો, કાર, એમ્બ્યુ્લલન્સ જેવા લાઈટ વેઈટ વ્હીકલો રેલનગર અંડર બ્રિજથી રેલનગર મે.રોડ થી પોપટપરા મે.રોડ થી પોપટપરા નાલામાંથી રેલ્વે સ્ટેશન મેઈન રોડથી હોસ્પિટલ ચોક તરફ જઈ શકશે તેમજ માધાપર ચોકડી થી ૧૫૦ ફૂટ રીંગ રોડ થી રૈયા ચોકડી થી રેષકોર્ષ થી હોસ્પિટલ ચોક તરફ જઈ શકશે. થ્રી વ્હીકલ તથા કાર જેવા લાઈટ વેઈટ વ્હીકલો માટે એરપોર્ટ બગીચા (રેલનગર અંડર બ્રિજ ચોક) થી ભોમેશ્વર રોડ તરફ જવા માટે પ્રવેશ બંધ રહેશે. તમામ એસ.ટી.બસો માધાપર ચોકડી થી રૈયા ચોકડી થી આમ્રપાલી અંડર બ્રિજ થી એસ.ટી.બસ સ્ટેશન તરફ જઈ શકશે. ભારે વાહનો અને પ્રાઈવેટ લકઝરી બસો માટે પ્રવેશ બંધીના સમય સિવાય/બાદ માધાપર ચોક થી રૈયા ચોકડી થી આમ્રપાલી અંડર બ્રિજ થી અવર-જવર કરી શકશે. ઉપરોકત, આદેશોનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.


7383749700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.