ધોળી ઘાટડા રૂટની બસ બંધ કરાતા ૧૦ થી વધારે ગામોના મુસાફરોને ભારે હાલાકી... - At This Time

ધોળી ઘાટડા રૂટની બસ બંધ કરાતા ૧૦ થી વધારે ગામોના મુસાફરોને ભારે હાલાકી…


વિરપુર તાલુકાની ધોળી ઘાટડા એસટી બસ દર વેકેશનમાં બંધ કરી દેતા મુસાફરોને ભારે હાલાકી...

બાલાસિનોર એસ.ટી. ડેપોમા આવતા વિરપુર તાલુકાની છેલ્લા ૨૦ વર્ષથી ધોળી ઘાટડા બસ ચલાવવામાં આવતી હતી આ બસમાં પૂરતા પ્રમાણમાં ટ્રાફિક પણ મળતો હતો સાથે વધારે આવક ધરાવતી આ બસ હતી તેમ છતાં આ બસ યેનકેન કારણે બંધ કરી દેવાતા આ રૂટના ૧૦ થી વધારે ગામનાઓના મુસાફરો રઝળી પડયા છે ત્યારે બાલાસિનોર એસ.ટી.ડેપો દ્વારા વિરપુર તાલુકાના મુસાફરોને સગવડતાના ભાગ રૂપે છેલ્લા વિસ વર્ષથી ધોળી ઘાટડા બસ સુવિધા શરૂ કરવામાં આવી હતી આ બસ સેવા દર દિવાળી અને ઉનાળુ વેકેશનમાં બસ બંધ કરી દેવામાં આવે છે જેના લીધે તાલુકાના દસ જેટલા ગામોના મુસાફરોને અવર જવર કરવા માટે ભારે હાલાકી વેઠવી પડી રહી છે ઉપરાંત ધોળી ઘાટડા બસ વિધાર્થીઓ સહિત ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા ખેડૂતો પોતાના ખેતીકામ માટેના બીયારણ સહિતના ચીજવસ્તુઓની ખરીદી માટે વિરપુર આવું પડતું હોય છે પણ બાલાસિનોર ડેપોની મનમાનીના લીધે દર વર્ષે વેકેશન દરમિયાન અને જાહેર રજાઓમાં બસ બંધ કરી દેવામાં આવે છે વિરપુરથી ધોળી ઘાટડા જવા માટે ગામડાના લોકો માટે આ એક માત્ર આર્શિવાદ સમાન બસ સુવિધા હતી તે પણ બંધ કરી દેવામાં આવી છે ઉનાળાના ધખમખતા તાપમા લોકોને બપોરના સમયે ખાનગી વાહનોમાં જવું પડે છે સાથે સવારની અને બપોરની આ એક બસ હતી તે પણ બંધ કરી દેતા ગ્રામ્ય વિસ્તારના ૧૦ જેટલા ગામડાઓના લોકોને ભારે હેરાનગતિ વેઠવી પડે છે ત્યારે બાલાસિનોર એસ.ટી. ડેપો દ્વારા ખાસ કિસ્સા તરીકે ધોળી ઘાટડા રૂટની બસ નવી કે જૂની ફાળવવામાં આવે તો જ ગ્રામ્ય વિસ્તારનો આ વિકટ બનેલો પ્રશ્ન હલ થાય તેમ છે તેવું સરપંચોએ સાથે સ્થાનિકોએ જણાવ્યું હતું.....

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.