કલામહાકુંભ – ૨૦૨૨

કલામહાકુંભ – ૨૦૨૨


03..કલામહાકુંભ – ૨૦૨૨

રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય, કલા સાહિત્ય અને સાંસ્કૃતિક માં આગવી ઓળખ ધરાવનાર અલગ અલગ વયજૂથના કલાપ્રેમીઓ અને પસંદગી પામેલ કૃતિઓનું તાલુકા કક્ષાએથી શરૂ કરી તબક્કાવાર રાજ્ય કક્ષા સુધી તંદુરસ્ત સ્પર્ધા યોજાશે. રાજ્યની કલા સંસ્કૃતિથી લોકો માહિતગાર થાય તે હેતુથી રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા આ વર્ષે રાજ્યમાં કલામહાકુંભ-૨૦૨૨માં તાલુકાકક્ષાની ઇવેન્ટ તા.૧૯થી ૩૦ ઓગસ્ટ ૨૦૨૨, જિલ્લાકક્ષાની ઇવેન્ટ તા.૦૨ થી તા.૧૧ સપ્ટેમ્બર ૨૦૨૨ દરમ્યાન વિવિધ ચાર વયજૂથ ની સાહિત્ય, કલા, નૃત્ય અને ગાયન વિભાગમાં વકતૃત્વ, નિબંધ લેખન,કાવ્ય લેખન, ગઝલ શાયરી, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઈ, ચિત્રકલા, સર્જનાત્મક કારીગરી, લોકનૃત્ય, રાસ, ગરબા, ભરતનાટ્યમ, કથ્થક, કુચીપુડી, ઓડીસી, મોહિનીઅટ્ટમ, શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની), સુગમ સંગીત, લગ્નગીત, સમુહગીત, લોકગીત/ભજન, હાર્મોનિયમ (હળવું), તબલા, ઓરગન, સ્કૂલબેન્ડ, વાંસળી, સિતાર, ગિટાર, સરોદ, સારંગી, પખાવજ, વાયોલીન, મૃદંગમ, રાવણ હથ્થો, જોડિયા પાવા એમ કુલ-૩૭ ઇવેન્ટોની સ્પર્ધાઓનું આયોજન ૦૬ થી ૧૪, ૧૫ થી ૨૦ અને ૨૧ થી ૫૯ વયગૃપમાં કરવામાં આવશે. જેમાં ભાગ લેવા ઇચ્છુક કલાકાર પ્રવેશપત્ર જિલ્લા રમતગમત કચેરી, ક્રિષ્ના હોસ્પિટલ કમ્પાઉન્ડ સબ જેલ પાસે ,હિંમતનગર સાબરકાંઠા ખાતેથી મેળવી તા.૧૮ ઓગસ્ટ ૨૦૨૨ સુધી પરત કરવાના રહેશે.

abidali bhura himatnagar


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »