સરહદી સેવા ગૃપ ફાઉન્ડેશન દ્વારા વાવ-થરાદ જિલ્લાના નવનિર્માણ માટે લેખિત સમર્થન અપાયું.
સરહદી સેવા ગૃપ દ્વારા આજરોજ સૂઇગામ પ્રાંત કચેરી ખાતે વાવ–થરાદ જિલ્લાના નવનિર્માણ બદલ રાજ્ય સરકારનો લેખિત અભાર વ્યક્ત કરાયો હતો, સૂઇગામ તાલુકાના ખેડૂતો,પશુપાલકો અને યુવા વર્ગે વાવ- થરાદ જિલ્લાને સમર્થન આપવા સરહદી સેવા ગૃપ સાથે મળી સમર્થનપત્ર આપીને રાજીપો વ્યક્ત કર્યો,જેમાં સરહદી સેવા ગૃપ ફાઉન્ડેશન ના નેજા હેઠળ 2500 જેટલા લોકો દ્વારા સમર્થનપત્ર અપાયા હતા,સરહદી સેવા ફાઉન્ડેશનના ચેરમેન અમિતભાઈ જોષી, સંસ્થાપક નીલભાઈ રાવલ, અને મહામંત્રી ભરતભાઈ રાવલ સહિતનાઓની ઉપસ્થિતમાં વાવ થરાદ જિલ્લા ને જિલ્લો જાહેર કરવા સમર્થનપત્રો આપવામાં આવ્યાં હતાં.
9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે
