ભયજનક જળાશયો તળાવ નહેરમાં કોઈપણ વ્યક્તિઓ કે પ્રવાસીઓએ નહાવા તથા ભારે ભીડ થવા પર પ્રતિબંધ હુકમ જારી કરાયો
રાજકોટ તા. ૨૩ જુલાઈ - રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેંટ વિસ્તારમાં આવેલ ભયનજક જળાશયોમાં (નદી, તળાવ, નહેર, દરીયા) કોઈપણ વ્યક્તિઓ/પ્રવાસીઓએ નહાવા તથા ભારે ભીડ થવા પર પોલીસ કમિશનરશ્રી બ્રજેશકુમાર ઝા દ્વારા પ્રતિબંધ જાહેર કરાયો છે. જે ૩૧ ઓગસ્ટ સુધી અમલમાં રહેશે.
જેમાં આજી નદીનો કાંઠો નવયુગપરા ઘાંચીવાડ સ્મશાનથી કેસરી હિંદ પુલ સુધી, લાલપરી તળાવ, સંત કબીર ટેકરી પાસે,આજી નદીનો કાંઠો, ભગવતી પરા, આજી નદીનો કાંઠો, બેડીપરા, આજીડેમનો પૂર્વ બાજુનો કાંઠો, ભાવનગર હાઇ-વે રોડ સાઇડ, ખોખડદળ નદી, ખોખડદળ ગામ, રાંદરડા તળાવ, જુના માર્કેટીંગ યાર્ડ પાસે, જામનગર રોડ, ઇશ્વરીયા પાર્ક ખાતે આવેલ તળાવ,અટલ સરોવર, ન્યુ ૧૫૦ ફુટ રીંગ રોડ, પરશુરામ મંદીર પાછળનું તળાવ, ન્યુ ૧૫૦ ફુટ રીંગ રોડ, યુનિર્વસીટી કેમ્પસ, મેલડી માતાના મંદીરની સામેનુ તળાવ, યુનિર્વસીટી ચાર રસ્તા, પ્રશીલ પાર્કની પાછળનું તળાવ, વેજાગામ પાસે આવેલ તળાવ તથા રૈયા ગામ તળાવમા કોઈપણ વ્યક્તિઓ/ પ્રવાસીઓએ નહાવા પર તથા ભારે ભીડ થવા પર પ્રતિબંધ મુકાયો છે.
9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે
