શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા ૪૧ જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી
શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા ૪૧ જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી
ભાવનગર શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા ૪૧ જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી હરેશભાઈ ચીમનલાલ ડેલીવાલાના સૌજન્ય થી ૪૯૬ મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ શિશુવિહાર સંસ્થામાં યોજાય ગયો. તેમજ શ્રીમતી જશકોરબહેન ન્યાલચંદભાઈ વકીલ ની ઉપસ્થિતિ માં ૪૯૭ મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ તારીખ ૨૫ ઓક્ટોમ્બર નાં રોજ શિશુવિહાર પ્રાંગણમાં યોજાયો.
ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી તથા શેઠ શ્રી વી. સી.લોઢાવાળા હોસ્પિટલના સહયોગથી યોજાયેલ પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં ૪૧ દર્દીઓની આંખ તપાસ ડૉ શ્રી. હર્ષા બહેન તથા ડૉ. ધ્રુવિલભાઈ ની ટીમ દ્વારા કરવામાં આવી. જે તમામ ને શિશુવિહાર પરિસરમાં ડૉ.મીનાક્ષીબહેન ભરતભાઈ ગરીવાલા ભોજનાલયમાં સવારે ચા-નાસ્તા બાદ જરૂરિયાત મંદ ૧૮ દર્દીઓને દિવાળી બાદ કેટ્રેક સર્જરી માટે લોઢાવાળા હોસ્પીટલ માં મોકલી આપવામાં આવેલ દર્દી દેવોભવની ભાવનાથી વર્ષ ૧૯૬૮ થી ચાલતા પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં શિશુવિહાર સંસ્થાના તમામ કાર્યકરોએ સેવા આપી હતી
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.