મુળી ના ધોળીયા ગામે પોલીસ અને ખનીજ વિભાગ ની ગેરકાયદેસર કોલસાની ચાલુ ખાણ ઉપર દરોડા - At This Time

મુળી ના ધોળીયા ગામે પોલીસ અને ખનીજ વિભાગ ની ગેરકાયદેસર કોલસાની ચાલુ ખાણ ઉપર દરોડા


*મુળી ના ધોળીયા ગામે ગેરકાયદેસર કોલસાની ચાલુ ખાણ ઉપર પોલીસ ખાણ ખનીજ વિભાગ નો રાત્રીએ દરોડો*

*દશ મજુરો અને માલિક સામે ૫.૪૦ લાખની ખનીજ ચોરી કેસ દાખલ*

મુળી તાલુકાનાં ગામોમાં હાલમાં પણ ગેરકાયદેસર કોલસાની ખાણો ધમધમી રહી છે ત્યારે ગતરાત્રી ના સમયે મુળી પોલીસ દ્વારા પેટ્રોલીંગ માં રાતે ૧ કલાકની આસપાસ ચરખી મશીન ચાલુ હોય જોવા મળેલ હોય તપાસ કરતાં અંદર મજુરો કામ કરી રહ્યા નું જણાતા તેઓએ ખાણ ખનીજ વિભાગ ની ટીમ ને જાણ કરતાં તેઓ પહોંચી ગયા હતા અને રાતે ધોળીયા સરપંચ ને જાણ કરી ટ્રેકટર મંગાવી મજુરો ને બહાર કાઢવામાં આવ્યા હતા જેઓ કુલ દશ મજુરો બહાર આવતા તેઓની સામે અને માલિક સામે ખાણ ખનીજ ના અધિકારી નૈતિક કણજરીયા એ દંડનાત્મક પગલાં સાથે કુલ ખનીજ કોલસો અને ચરખી મશીન સહિત કુલ ૫.૪૦ લાખ ના ખનિજ ચોરી નો કેસ મુળી પોલીસ મથકે દાખલ કરવામાં આવતાં સનસનાટી મચી જવા પામી છે

બોક્ષ-- આરોપી ના નામો-
લલીત જનકભાઈ સાતોલા,અક્ષય દેવકુ સાતોલા,કિશન ધીરૂભાઇ સાતોલા,બુધાભાઈ દેવકુ સાતોલા, અજય કાનાભાઈ બોહકીયા,વિક્રમ હેમતભાઈ, વિપુલ ધીરૂભાઇ સાતોલા, હરેશગટુભાઈ, રાયમલ સાગરભાઈ સાતોલા,જેમાભાઈ લખમણભાઈ સાતોલા,અભાભાઈ ભુદરભાઈ થરેશા તમામ રે.ધોળીયા તા.મુળી

બોક્ષ--- ગત ૧૩ જુલાઈ ના રોજ મુળી ના ભેટ ગામે ગેરકાયદેસર કોલસાની ચાલુ ખાણ માં ૩ મજુર ના કમકમાટી ભર્યા મોત સાથે જામવાળી માં ૩ મજુર ના મોત ખાખરાથળ ગામે ૧ મજુર ના મોત ની શાહી હજું સુકાઈ નથી તેમછતાં આ કોલસાનો કાળો કારોબાર ખનિજ માફીયાઓ રાત્રીના સમયે ચલાવી રહ્યા છે ખાણ ખનીજ વિભાગ ના અમુક લાંચિયા અધિકારી ઓ દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે તમામ ગેરકાયદેસર ખાણો સરકારી જમીન અને ગૌચર જમીન પર ધમધમી રહી છે ત્યારે ખનીજ માફીયાઓ સામે લેન્ડગ્રેબીંગ પાસા નો કોરડો વિંજવામા આવે અને દંડનાત્મક પગલાં ભરવામાં આવે તેવી ગામલોકો ની માંગ ઉઠવા પામી છે અને ધોળીયા સરપંચ ને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે તલાટી ને સસ્પેન્ડ કરવામાં આવે તો જ આ ખનીજ ચોરી બંધ થશે

*રામકુભાઇ કરપડા મુળી*


9825547085
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.