સિરીઝની છેલ્લી ટી20 ઈન્દોરમાં મંગળવારે રમાવાની છે અને તે પહેલા સમાચાર આવ્યા છે કે વિરાટ કોહલી તે મેચમાં નહીં રમે

સિરીઝની છેલ્લી ટી20 ઈન્દોરમાં મંગળવારે રમાવાની છે અને તે પહેલા સમાચાર આવ્યા છે કે વિરાટ કોહલી તે મેચમાં નહીં રમે


અત્યારે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટી20 સિરિઝ ચાલી રહી છે. પહેલી બે મેચ જીતીને ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચોની સિરીઝમાં લીડ મેળવી છે. સિરીઝની છેલ્લી ટી20 ઈન્દોરમાં મંગળવારે રમાવાની છે અને તે પહેલા સમાચાર આવ્યા છે કે વિરાટ કોહલી તે મેચમાં નહીં રમે.

વિરાટ કોહલી ટીમ ઈન્ડિયાનો સાથ છોડીને મુંબઈ પાછા ફર્યા છે. વિરાટ કોહલીને સોમવારે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા જ્યારે ટીમ ઈન્ડિયાએ ઈન્દોર માટે ઉડાન ભરી. ગુવાહાટી ટી20 માં ટીમ ઈન્ડિયાની જીતમાં વિરાટ કોહલીએ પણ મોટુ યોગદાન આપ્યુ હતુ. આ ખેલાડીએ 28 બોલમાં 49 રનની ઈનિંગ રમી. વિરાટે સૂર્યકુમાર યાદવ સાથે મળીને સદી ફટકારી. બંને બેટ્સમેનોએ 42 બોલમાં 102 રન જોડીને ટીમ ઈન્ડિયાનો સ્કોર 237 રન સુધી પહોંચાડ્યો અને અંતમાં ટીમ ઈન્ડિયાએ 16 રનથી જીત મેળવી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »