માર્ગ સલામતિ અભિયાન અંતર્ગત લુણાવાડા RSETI ખાતે તાલીમાર્થીઓને રોડ સેફ્ટી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું - At This Time

માર્ગ સલામતિ અભિયાન અંતર્ગત લુણાવાડા RSETI ખાતે તાલીમાર્થીઓને રોડ સેફ્ટી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું


રાજ્યમાં વધી રહેલ માર્ગ અકસ્માત નિયંત્રણમાં લાવવાં અને લોકોને માર્ગ સલામતી માટે માર્ગદર્શન મળી રહે તે માટે માર્ગ સલામતી અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો થકી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે જેથી રાજ્યમાં અને જિલ્લામાં માર્ગ અકસ્માત અટકાવી શકાય.

આજ રોજ માર્ગ સલામતી અભિયાન 2025 અંતર્ગત એઆરટીઓ લુણાવાડા દ્વારા bank of baroda દ્વારા સંચાલિત ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થામા (RSETI) તાલીમ લઈ રહેલા તાલીમાર્થીઓને મોટર વાહન નિરીક્ષક શ્રી એમ.એમ.પટેલ દ્વારા માર્ગ સલામતી અંગે માર્ગદર્શન આપ્યું અને રોડ સેફટી પેમ્પલેટ નું વિતરણ કર્યું.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image