કેશોદ નગરપાલિકા ૬૦ કરોડ રૂપિયાનું બજેટ મંજૂર - At This Time

કેશોદ નગરપાલિકા ૬૦ કરોડ રૂપિયાનું બજેટ મંજૂર


કેશોદ નગરપાલિકામાં આજરોજ સુધરાઈ પ્રમુખ લાભુબેન પીપલીયા ની અધ્યક્ષતા હેઠળ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી જેમાં સતાધારી ભાજપના સાત અને કોંગ્રેસના પાંચ સભ્યોએ રજા રીપોર્ટ મુક્યો હતો અને એક સભ્ય ગેરહાજર રહ્યા હતા અને કુલ ત્રેવીસ સભ્યો હાજર રહ્યા હતાં. કેશોદ નગરપાલિકા ની બજેટ બેઠકમાં સતાધારી ભાજપના બાવીસ સભ્યો અને કોંગ્રેસ પક્ષના પુર્વ સુધરાઈ પ્રમુખ અમીનભાઈ મહિડા ની ઉપસ્થિતિમાં હિસાબી વર્ષ ૨૦૨૩-૨૦૨૪ માટે રૂપિયા ૬૦ કરોડ ૨૬ લાખ ૪૫ હજાર નું અંદાજપત્ર સર્વાનુમત્તે મંજૂર કરવામાં આવ્યું હતું. કેશોદ નગરપાલિકા નાં પ્રમુખ લાભુબેન પીપલીયા ઉપપ્રમુખ કારોબારી ચેરમેન મોહનભાઈ બુટાણી સહિતના સદસ્યો દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર નાં વિકાસલક્ષી યોજનાઓ માટે દરખાસ્ત કરવા ઠરાવ પસાર કરવામાં આવેલ હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.