કેશોદના વાઘેશ્વરી મંદિરે શાકંભરી નવરાત્રી મહોત્સવની ઉજવણી
શ્રીવાઘેશ્વરી મંદિર કેશોદ હાલમાં ચાલી રહેલી નવરાત્રી એટલે કે શાકંભરી નવરાત્રી મહોત્સવ તે કેશોદ ખાતે શરદચોકમા આવેલ પ્રાચીન મંદિર તરીકે ઓળખાતા શ્રીવાઘેશ્વરી માતાજીના મંદિરે છેલ્લા 17 વર્ષથી શાકંભરી નવરાત્રી મહોત્સવ ઉજવાયછે તેમાં માતાજીને શાકભાજીના વિવિધ શૃંગાર કરવામાં આવે છે આ નવરાત્ર પોષ સુદ આઠમ થી પોષ સુદ પૂનમ સુધી હોયછે અને આ નવરાત્રી માત્ર એકલું શાકભાજી ખાયને રહેવાની હોયછે આ નવરાત્ર દરમિયાન શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિરે સ્ત્રી નિકેતન મહિલા મંડળ દ્વારા આઠ દિવસ માતાજીના સાનિધ્યમાં યોગ શિબિર તથા રાસ ગરબાનું આયોજન કરેલ છે તેમનો લાભ કેશોદની ધર્મ પ્રેમી જનતા લે છે આ પ્રાચીન મંદિર તરીકે ઓળખાતું વાઘેશ્વરી માતાજીનું મંદિર હજારો માઈ ભક્તોનું આસ્થાનો કેન્દ્રછે કે જેના એકમાત્ર દર્શનથી તમામ મનની મનોકામના પૂર્ણ થાય અને ખૂબ જ બહોળી સંખ્યામાં માઈ ભક્તો દર્શનાર્થે આવે છે પૂજારી ઉમંગ મહેતા દ્વારા ભારી જહેમત ઉઠાવી રંગેચંગે ઉજવણી કરવામાં આવેછે
રીપોર્ટર - ગોવિંદ હડિયા કેશોદ જુનાગઢ
મો. ૯૭૨૩૪ ૪૪૯૯૦
9723444990
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.