જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા હોળી-ધૂળેટી નિમિત્તે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ખજૂર-ધાણી-ડાળીયાનું વિતરણ કરવામાં આવેલ
(કનુભાઈ ખાચર દ્વારા )
બોટાદની એકમાત્ર સેવાભાવી સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ બોટાદ દ્વારા બોટાદ વિસ્તારના ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને હોળી ધુળેટીના પવિત્ર તહેવારમા સાથે રહી ખજૂર,ધાણી અને દાળિયાની કીટ બનાવી સ્લમ વિસ્તારમાં રહેતા પરિવારોને વિતરણ કરવામાં આવ્યું અને હોળી અને ધુળેટીનો તહેવારો સાથે ઉજવણી કરી. આ કાર્યક્રમમાં ફેડરેશન આઇ.પી.પી. કેતનભાઇ રોજેસરા,સેક્રેટરી દીપકભાઈ માથુકિયા,વાઇસ પ્રેસીડન્ટ ડો.પરેશભાઈ દરજી,પાસ્ટ પ્રેસિડેન્ટ નિલેશભાઈ કોઠારી,વિજયભાઈ વાળા,શૈલેષભાઈ પરમાર,ધવલભાઈ રોજેસરા વગેરે હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવા પ્રયત્ન હાથ ધરેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
