હિંમતનગરનાકાંકણોલ ખાતે ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ચાવડાની ઉપસ્થિતિમાં વંદે ગુજરાત વિકાસયાત્રા યોજાઇ - At This Time

હિંમતનગરનાકાંકણોલ ખાતે ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ચાવડાની ઉપસ્થિતિમાં વંદે ગુજરાત વિકાસયાત્રા યોજાઇ


વડાલીના મહોર ખાતે ઠાકોર ભાઈઓ દ્વારા જુની પરંપરાગત મુજબ વંદે ગુજરાત રથનું સામૈયું કરાયુ
**************
   સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કાંકણોલ અને વડાલી તાલુકાના મહોર  ખાતે વંદે ગુજરાત વિકાસ રથ યાત્રા યોજાઇ હતી. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલ વિકાસના કામોને જન જન સુધી પહોંચાડવાના હેતુથી રાજ્ય સરકાર તમામ જિલ્લાઓમાં વંદે ગુજરાત વિકાસયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.બન્ને તાલુકાના ગ્રામજનો દ્રારા કુમ-કુમ તિલક કરી ભારતીય પરંપરા મુજબ વિકાસ રથનું સ્વાગત કરાયુ હતું.
     હિંમતનગર ખાતેની વિકાસ યાત્રા દરમિયાન ધારાસભ્યશ્રીએ ગ્રામજનોને જણાવ્યું હતું કે,રાજ્યના છેવાડાના માનવીને તમામ પ્રકારની સેવાનો લાભ મળી રહે તે માટે સરકાર દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. રાજ્યનો કોઇ પણ નાગરીક યોજનાકીય લાભોથી વંચિત ન રહે તે માટે વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. દરેક નાગરીકને  યોજનાનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો.
        વડાલીના મહોર ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ આવી પહોંચતા ઠાકોરભાઇઓ દ્વારા જૂની પરંપરા મુજબ નાચતે ગાજતે વિકાસ રથનું સામૈયુ કરવામાં આવ્યું હતુ.
વંદે ગુજરાત વિકાસ યાત્રા દરમિયાન પી.એમ.જે.એ.વાય યોજના તેમજ પ્રધાન મંત્રી ઉજ્જવલા ગેસ યોજના જેવી વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભ આપવામાં
આયોજન કરવામાં આવેલ છે. દરેક નાગરીકને  યોજનાનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો.
        વડાલીના મહોર ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ આવી પહોંચતા ઠાકોરભાઇઓ દ્વારા જૂની પરંપરા મુજબ નાચતે ગાજતે વિકાસ રથનું સામૈયુ કરવામાં આવ્યું હતુ.
વંદે ગુજરાત વિકાસ યાત્રા દરમિયાન પી.એમ.જે.એ.વાય યોજના તેમજ પ્રધાન મંત્રી ઉજ્જવલા ગેસ યોજના જેવી વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો.તેમજ આ પ્રસંગે આરોગ્ય વિભાગ દ્વારા બોડી ચેકઅપ તથા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.   
વડાલીના મહોર ખાતેની વિકાસ યાત્રા દરમિયાન જિલ્લા અગ્રણી શ્રી રવિન્દ્રભાઇ બારોટ, ટી.ડી.ઓશ્રી , મામલતદારશ્રી , તથા મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિંમતનગરના કાંકણોલ ખાતેની વિકાસ યાત્રામાં જિલ્લા પંચાયત સદસ્યશ્રી રમીલાબેન પટેલ,તાલુકા પંચાયત પ્રમુખશ્રી વિનોદભાઈ પટેલ, તાલુકા સદસ્ય ભુમીબેન પટેલ, તાલુકા અગ્રણી શ્રી હસમુખભાઇ પટેલ,  સરપંચ શ્રી તથા ગામના ગ્રામજનો વડીલો અગ્રણીઓ તથા આજુબાજુ ગામના અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
***************

 
 
 આબીદઅલી ભુરા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.