ભારતીય બનાવટ ઇગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી ગારીયાધાર પોલીસ - At This Time

ભારતીય બનાવટ ઇગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી ગારીયાધાર પોલીસ


ભારતીય બનાવટના પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડના પાઉચ તથા નાની બોટલો સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર જીલ્લાની ગારીયાધાર પોલીસ ટીમ

પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર સાહેબ તથા જીલ્લા પોલિસ અધિક્ષક ડો.હર્ષદ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ તથા નાયબ પોલિસ અધિક્ષક મીહીર બારિયા સાહેબ તથા પોલીસ .ઇન્સપેક્ટર એન.કે.વિંઝુડા સાહેબ નાઓએ દારૂ / જુગારની પ્રવ્રુતી નેસ્ત નાબુદ કરવા સખત સુચના આપેલ હોય જે અનુસંધાને ગારીયાધાર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ એન.કે.વિંઝુડા સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ ગારીયાધાર પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન હેડ કોન્સ મનીષભાઈ મકવાણાને બાતમી હકીકત મળેલ કે હિતેષભાઇ કાળુભાઇ કંટારીયા ઉ.વ.૨૯ રહે.રતનવાવ રોડ ગારીયાધાર જી.ભાવનગરવાળો પોતાના ઘરે ભારતિય બનાવટનો વિદેશી દારૂ નો જથ્થો ઉતારી ગે.કા વેચાણ કરે છે તેવી બાતમી હકીકત મળતા સદરહુ જગ્યાએ રૈઇડ અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની કંપની સીલ પેક નાની બોટલો તથા પાઉચ (૧૮૦ એમ.એલ.) નંગ- ૨૫૨ મળી જેની કુલ કિ.રૂ.૨૫,૨૦૦/- સહીત કુલ કિ.રૂ.૩૦,૨૦૦/- ના મુદામાલ
સાથે હાજર મળી આવેલ જેથી તેના વિરૂધ્ધ પ્રોહીબીશનની અલગ અલગ કલમો હેઠળ ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામા આવેલ છે. આ કામગીરીમાં પો.ઇન્સ. એન.કે.વિંઝુડા સાહેબ.હેડ.કોન્સ એમ.કે.મકવાણા.પો.કોન્સ દિલીપભાઇ ખાચર. પો.કોન્સ શક્તિસિંહ સરવૈયા.પો.કોન્સ .રાજુભાઇ વાઘેલા વગેરે જોડાયા હતાં

રીપોટર- અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image