વિરપુર તાલુકાના ડેભારી થી ગંધારી ગામને જોડતો મુખ્ય માર્ગનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું…
૧૨ વર્ષ બાદ ગ્રામજનોને નવીન રસ્તો મળશે..
એસ બી ખાંટ દ્રારા રસ્તાનુ ખાતમુહૂર્ત કરાયું...
મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના ડેભારી તેમજ ગંધારી ગ્રામજનોને છેલ્લા ૧૨ વર્ષ બાદ રોડની સુવિધા મળવા જઈ રહી છે. ડેભારી થી ગંધારી ગામને જોડતો મુખ્ય માર્ગ રાજ્ય સરકાર દ્વારા કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે જે રસ્તાનું ખાત મુહૂર્ત મહિસાગર જીલ્લા પંચાયત પુર્વ પ્રમુખના પ્રતીનીધી એસ બી ખાંટના હસ્તે કરવામાં આવ્યું છે ચોમાસા દરમિયાન આ માર્ગ પર ભૂવા પડવાથી લઇ રોડ ધોવાઇ જતાં વાહન ચાલકોને સાથે ગ્રામજનો ઊબડખાબડવાળા રોડથી લોકો ત્રાસી ગયા હતાં ત્યારે જીલ્લા પંચાયત પુર્વ પ્રમુખ પ્રતીનીધી એસ બી ખાંટ દ્રારા આ રસ્તા સતત માંગણી કરી મુખ્ય મંત્રી સડક યોજના અંતર્ગત આ રસ્તાનુ નવીનીકરણ કરવામા આવતા ગ્રામજનોએ એસ બી ખાટ નો આભાર માન્યો હતો આ નવીન રસ્તાના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં મહિસાગર જીલ્લા પંચાયત પુર્વ પ્રમુખ મંજુલાબેન એસ ખાટ,એસ બી ખાટ,ડેભારી ગ્રામ પંચાયત સરપંચ પ્રતીનીધી વિજયભાઈ,તાલુકા પંચાયત સદસ્ય,પુર્વ સરપંચ હિરેન જોષી સહિતના ગ્રામજનો ઉપસ્થિત રહી નવીન રસ્તાનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું...
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.