ભેટ ગામે ગેરકાનૂની ખનીજ ખનન વહન નાં ખાડાઓમાં પશુઓ પડતાં જીવ ગુમાવ્યા નાં બનાવ
*મુળી ના ભેટ ગામે ખનીજ ખનન નાં ખાડાઓમાં પશુઓ પડતાં જીવ ગુમાવ્યા*
મુળી તાલુકાનાં ભેટ ગામે હાલ કોલસાની ખાણો કુવાઓ અને સફેદ માટી ની ખાણો ધમધમી રહી છે ત્યારે પશુપાલકો ચિંતિત બન્યા છે હાલ આ ઉંડા કુવામાં અને ખાણોમાં અવારનવાર ગાયો બળદ ભેંસ બકરી ઘેંટા સહિત પશુઓ ચરવા જાય ત્યારે અકસ્માત માં પડી જાય છે અને જીવ ગુમાવે છે ત્યારે જીવદયાપ્રેમી ઓ માં આક્રોશ જોવા મળ્યો હતો જેમાં પશુપાલકો એ જણાવ્યું હતું કે આ ખોદકામ સરકારી જમીન અને ગૌચર જમીન અને તળાવ નાં કાંઠે કોલસાની ખાણો આવેલી છે અને રાત દિવસ ખનન વહન ચાલુ છે ત્યારે આ બાબતે અનેક રજૂઆતો કરવા છતાં આજદિન સુધી ખાણ ખનીજ વિભાગ મામલતદાર મુળી દ્વારા કામ ખનીજ ચોરી બંધ કરવામાં આવતી નથી કે કાયદેસર કાર્યવાહી થતી નથી હાલ એક પાડી પડી જવાથી પગ ભાંગી જવા પામ્યા છે અને ખેડૂતો ને ખેતર વાડી નાં રસ્તા પર પણ ખોદકામ થતાં રસ્તાઓ પણ બંધ થયાં છે આ ખનિજ ચોરી ને ભેટ પંચાયત નાં હોદેદારો નો સાથ સહકાર હોય તેમ ગામજનો એ જણાવ્યું હતું
*રામકુભાઈ કરપડા મુળી*
9825547085
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.