હોસ્પિટલ ચોક ઓવરબ્રિજ, કોન્ટ્રાક્ટરે વધુ 60 દી’ માગ્યા
ક્રેન મોડી આવી, કપચીના વેપારીઓની હડતાળ અને વરસાદ સહિતના બહાના આગળ ધરી દીધા
રાજકોટ શહેરમાં ચારેકોર બ્રિજના કામ ચાલી રહ્યા છે અને કોઇ રીતે સમયસર પૂરા થવાનું નામ લેતા નથી. મનપાના શાસકોએ હોસ્પિટલ ચોક બ્રિજ જુલાઈમાં પૂરો થઈ જશે અને તેનાથી વધારે મુદ્દત અપાશે નહીં તેવી સ્પષ્ટ વાત કરી હતી પણ જુલાઈ અડધો વીતી ગયો છતાં કામ પૂરું નથી થયું અને કોન્ટ્રાક્ટરે વધુ બે મહિનાનો મુદ્ત વધારો માગ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.