મુળીના સરલા ગામે દશ દિવસે યુરીયા ખાતરની ફક્ત એક ગાડી આવતા ખેડૂતો ઉમટી પડયા.
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
એક ખેડૂતને ફકત બે ગુણી યુરીયા મળતા આક્રોશ ફેલાયો.
મુળી તાલુકાનાં ગામોમાં છેલ્લા દશ દિવસથી યુરીયા ખાતરની ખુબ જરૂરીયાત હોય અને વરસાદ પડતા હાલ તાત્કાલિક યુરીયાની જરૂર પડતા ખેડૂતો સરલા ખાતર ડેપોએ ઉમટી પડયા હતા ૩૦૦ ખેડૂતો ની લાબી લાઈન જોવા મળી હતી જેમાં એક ગાડી યુરીયા ફાળવવામાં આવતા ખેડૂતો દિઠ ફકત બે બેગ યુરીયા મળતા અફડાતફડી મચી જવા પામી હતી ત્યારે અનેક ખેડૂત યુરીયા ખાતરથી વંચિત રહેવા પામેલ હતા સરકાર દ્વારા તાત્કાલિક યુરીયા ખાતર વધુમાં ફાળવણી કરવામાં આવે તેમ ખેડૂતોએ જણાવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.