કહેવત સાંભળી છે ઘરના ઘંટી ચાટે બહાર નાને આટો..! બહારના રાજ્યોને ગોળ ગુજરાતને ખોળ..! - At This Time

કહેવત સાંભળી છે ઘરના ઘંટી ચાટે બહાર નાને આટો..! બહારના રાજ્યોને ગોળ ગુજરાતને ખોળ..!


આવું જ કાંઈ થયું ગુજરાતની મહિલાઓ અને ખેડૂતો સાથે - રાજુભાઈ કરપડા

મહારાષ્ટ્રના ચૂંટણી ઢંઢેરા ના સંકલ્પ પત્રમાં ભાજપ દ્વારા જો ભાજપની સરકાર બનશે તો બહેનોને દર મહિને 2100 રૂપિયા આપવાની જાહેરાત થઈ સાથે જ ખેડૂતોના દેવા માફી માટે પણ જાહેરાત કરવામાં આવી! હાલ ભાજપ સરકાર મહારાષ્ટ્રમાં દર મહિને બહેનોને 1500 રૂપિયા ચૂકવી રહી છે મધ્યપ્રદેશમાં ભાજપ સરકાર દર મહિને બહેનોને 1250 રૂપિયા ચૂકવી રહી છે પરંતુ ગુજરાતમાં 2 વખત 26 માંથી 26 સાંસદ અને એક વખત 26 માંથી 25 સાંસદો આપી ગુજરાતના પનોતા પુત્રને વડાપ્રધાન બનાવવા માટે સિંહ ફાળો આપ્યો! 2022માં 156 ધારાસભ્યો સાથે ભાજપ ને બહુમતી ગુજરાતની જનતાએ આપી તેમ છતાં ગુજરાતની મહિલાઓ અને ખેડૂતો સાથે 28 વર્ષથી સત્તામાં બેઠેલી ભાજપ ભેદભાવ કરી રહી છે..!


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image