પોરબંદર મહિલા પોલીસ દ્વારા પો.સ્ટે.માં એમ.વી.એક્ટ કલમ ૨૦૭ મુજબ કબ્જે કરાયેલ વાહનોને છોડાવી જવા થયેલ અપીલ - At This Time

પોરબંદર મહિલા પોલીસ દ્વારા પો.સ્ટે.માં એમ.વી.એક્ટ કલમ ૨૦૭ મુજબ કબ્જે કરાયેલ વાહનોને છોડાવી જવા થયેલ અપીલ


વાહન માલિકો. ફાઈનાન્સ કંપની ઓ પો.સ્ટેમાંથી વાહનો દિવસ ૭ માં નહીં છોડાવેતો જાહેર હરાજી કરવામાં આવશે.

ગોસા(ઘેડ) તા. ૨૯/૧૧/૨૦૨૪
પોરબંદર મહિલા પોલીસ સ્ટેશનની એક અખબારી યાદી માં જણાવેલ છે કે મહિલા પોલીસ સ્ટેશનમાં ઇન્સ્યોરન્સ કંપનીઓ, ફાઇનાન્સ કંપનીએમ.વાહન માલિકો અને જાહેર જનતા વિગેરેના એમ.વી. એક્ટ કલમ ૨૦૭ મુજબ તેમજ અલગ અલગ હેડ મુજબ કબ્જે કરાવામાં આવેલા વારસુ તેમજ બિન વારસુ વાહનો ઘણા લાંબા સમયથી બિન ઉપજાઉં પડી રહેલ છે. ત્યારે આવા વાહનો ની યાંત્રિક પ્રણાલી બીન કાર્યક્ષમ બની ગયેલ છે. તેમની એસેટ વેલ્યુ રહેવા પામેલ નથી. આવા વાહનો પોલીસ સ્ટેશનમાં બિન જરૂરી જગ્યા રોકી રહેલ છે.
વિવિધ ગુના મુજબ પકડી પાડેલ વાહનો પોલીસ સ્ટેશનમાં ખોટી બિન જરૂરી રોકાતી જગ્યાની સમસ્યાને કાયમી નિવારણ માટે આવા વાહનો માલિકો તેમજ કબ્જેદારોને આ આખબારી યાદીના માધ્યમથી પોતાના હવાલા વાળું વાહન આગામી દિવસ -૭ માં છોડાવી જવા સારુ જાહેર વિનંતી કરવામાં આવે છે. આવા વાહનો છોડાવવા અંગેની કાર્યવાહી કરવામાં નહીં આવે તો વાહનોની જાહેર હરાજી કરવામાં આવશે. અને વાહનોનો નિકાલ કરી હરાજીમાં ઉપજેલ રકમનાં નાણાં સરકાર માં જમા કરવામાં આવશે. જેની નોંધ લેવા જાહેર જનતાને મહિલા પોલીસ સ્ટેશન પોરબંદર ની યાદીમાં જણાવવામાં આવેલ છે
રિપોર્ટર :- વીરમભાઈ કે. આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.