સુરત ની સ્પર્શ હોસ્પિટલ ની હદયસ્પર્શી માનવતા "હું કોઈ ની દુનિયા તો ન બદલી શકું પણ દર્દી ની દુનિયા તો ચોક્કસ બદલી શકું" ડો બ્રિજેશ નારોલા - At This Time

સુરત ની સ્પર્શ હોસ્પિટલ ની હદયસ્પર્શી માનવતા “હું કોઈ ની દુનિયા તો ન બદલી શકું પણ દર્દી ની દુનિયા તો ચોક્કસ બદલી શકું” ડો બ્રિજેશ નારોલા


સુરત ની સ્પર્શ હોસ્પિટલ ની હદયસ્પર્શી માનવતા "હું કોઈ ની દુનિયા તો ન બદલી શકું પણ દર્દી ની દુનિયા તો ચોક્કસ બદલી શકું" ડો બ્રિજેશ નારોલા

સુરત ની સ્પર્શ હોસ્પિટલ ની હદયસ્પર્શી માનવતા સુરત શહેર માં જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સુરત કતારગામ સંસ્થાના સભ્ય અને સ્પર્શ હોસ્પિટલ & IVF સેન્ટર ડો. બ્રિજેશ નારોલા એક સામાન્ય ખેડૂત પરિવાર માંથી આવે છે દામનગર ગામ ના વતની છે અને સુરત ને કર્મભૂમિ બનાવી સ્પર્શ હોસ્પિટલ થી તબીબી વ્યવસાય કરે છે ડોકટર ને પૃથ્વી ઉપર ઈશ્વર ના દૂત માનવા માં આવે છે ભગવાન ધનવંતરી ના કૃપાપાત્ર ડો બ્રિજેશ નારોલા એકદમ સામાન્ય શ્રમજીવી ખેડૂત પરિવાર માંથી આવે ડો બ્રિજેશ નારોલા એ પેસા ને નહિ પણ માનવતા ને મહતા આપી હીરાદસુ પિતા અને સામાન્ય ખેડૂત દાદા એ વારસા માં આપેલ પરમાર્થ પરોપકાર ના ઉમદા ગુણ સાધારણ પરિવાર માંથી આવતા ડોકટર ને દર્દી ની પીડા અને પરિસ્થિતિ બંને જાણે અનુભવ્યું હોય તેમ સંપૂર્ણ વિના મૂલ્યે મેજર ઓપરેશન કરી આપી સ્પર્શ હોસ્પિટલે હદયસ્પર્શી માનવતા દર્શાવી બે દિવસ પહેલા એક પરીવાર મોટા વરાછા રોડ પર બેઠો હતો અને ગંભીર સારવાર માટે મદદ મેળવવા યાસિકા કરી રહ્યો હતો તે દરમ્યાન ત્યાં જય ભગવાન સંસ્થાના સભ્ય જય વસ્તપરા અને વિષ્ણુ નારોલા ત્યાંથી પસાર થઈ રહ્યા હતા તેવામાં રસ્તા પર બેઠેલા દાદા અને દાદીમાં એ બોલાવ્યા હતા અને કહ્યું કે દિકરા મારે પેટ માં ગાંઠ હોવાથી ઓપરેશન કરાવવાનું છે મારી પાસે પૈસા નથી દિકરા ઓપરેશન નો ચાલીસ હજાર ₹40,000 જેટલો ખર્ચ થાય તેમ છે આજુબાજુ માં કીધું છે જે ખર્ચ માં મદદ કરવા ૨૦૦- ૫૦૦ રૂપિયા જેવી મામુલી રકમ માંગી મદદ કરો ભગવાન તમારું ભલું કરશે તેવા આશીર્વાદ આપી રહ્યા હતા ઓપરેશન માટે ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી રોડ ઉપર મામુલી રકમ એકઠી કરતા આ દર્દી એ યોગ્ય દિશા નિર્દેશ મળ્યો હોય તેમ એ યુવાનો અન્ય કોઈ નહિ પણ માનવસેવા કરતી સંસ્થા જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ વિપુલભાઈ નારોલા હતા અને આ દર્દી ની વ્યથા કથા સાંભળી ને તુરંત ડો બ્રિજેશ નારોલા ને વાત કરી વાત સાંભળતા ની સાથે ડો. બ્રિજેશ નારોલા એ ઓપરેશન માટે તુરંત તૈયારી દર્શાવી જય ભગવાન સંસ્થા માં ટ્રસ્ટી ડો બ્રિજેશ નારોલા એ દર્દી ને પીડા મુક્ત કરતા કહ્યુ કે હું દુનિયા તો નો બદલી શકું પણ આ દર્દી ની દુનિયા જરૂર બદલી શકુ છું આ દર્દી ને સ્પર્શ હોસ્પિટલ લઈને આવવા કહેવાયુ જય ભગવાન ટ્રસ્ટ ના યુવાનો તુરંત જ દર્દી ને હોસ્પીટલ લઈ ગયાં અને તા.૨૧/૯/૨૨ ને બુધવાર ના રોજ ઓપરેશન કરવામાં આવ્યું હતું દાદીમાં ની હાલત જોઈને વાતચીત કરીને પરિવારમાં તકલીફ હોવાથી ઓપરેશન થઈ શકે એમ નહોતું પણ વિના મૂલ્યે મેજર ઓપરેશન જેવી જટિલ સારવાર કરતા માનવતા વાદી ડો બ્રિજેશ નારોલા પ્રત્યે આભાર સાથે ભાવ વ્યક્ત કરતા દર્દી ના ચહેરા નું સ્મિત જ શબ્દો કે ચિત્રો માં પણ વ્યક્ત ન થઈ શકે તેવો પ્રસન્ન ભાવ જોવા મળ્યો અને તબીબે સૌથી મોટી ફી આ ખુશી હોય તેમ આત્મીય થી દર્દી ને પીડા મુક્ત કરી સુંદર સદેશ આપ્યો હતો કે "હું કોઈ ની દુનિયા તો નહીં બદલી શકું પણ દર્દી ની દુનિયા જરૂર બદલી શકું છું" સુરત જેવા શહેર માં મલ્ટીસ્પેશાલિસ્ટ મોંઘીડાટ હોસ્પિટલ જ્યારે ઇકોનોમિક ગ્રોથ બની રહી હોય તેવા સમયે સ્પર્શ હોસ્પિટલ ની હદયસ્પર્શી માનવતા નું દર્શન કરાવ્યું છે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon