બાસ્પા ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજ ની લાઇબ્રેરી નુ ખાત્તમુહૂર્ત કરવા માં આવ્યું. - At This Time

બાસ્પા ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજ ની લાઇબ્રેરી નુ ખાત્તમુહૂર્ત કરવા માં આવ્યું.


સમી:સમી તાલુકાના બાસ્પા ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજ ની વઢિયાર સદારામ લાઇબ્રેરી નુ ખાત્તમુહૂર્ત પાટણ જિલ્લા પંચાયત ના પ્રમુખ હેતલબેન બાબુજી ઠાકોર ના હસ્તે કરવા માં આવ્યું. ઠાકોર સમાજના વિદ્યાર્થીઓ આધુનિક સુવિધાઓ ધરાવતી લાઇબ્રેરી નું આજે સમાજના અગ્રણીઓ ની હાજરી માં ખાત્તમુહૂર્ત કરવામાં આવ્યું. આવનાર સમયમાં ઠાકોર સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધશે અને સમાજ ના દીકરા દીકરીઓ ને આવનાર સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે આધુનિક સુવિધાઓ ઊભી કરાશે અને સમાજ ના દીકરા દીકરીઓ પ્રગતિ કરશે તેમ ઠાકોર સમાજના આગેવાનો એ જણાવ્યું હતું.
આ પ્રસંગે સમાજના સામાજિક અગ્રણીઓ, સમી તાલુકા ક્ષત્રિય ઠાકોર સેના ટીમ તેમજ ક્ષત્રિય ઠાકોર સમાજ કર્મચારી મંડળ ના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.


7600805049
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image