મારામારીના અનેક ગુન્હામાં સંડોવાયેલ ચિરાગભાઇ ઉર્ફે ભુરો રામજીભાઇ ચાવડા ઇસમને પાસા એક્ટ હેઠળ અટકાયત કરી જેલ હવાલે કરતી બોટાદ જીલ્લા પોલીસ - At This Time

મારામારીના અનેક ગુન્હામાં સંડોવાયેલ ચિરાગભાઇ ઉર્ફે ભુરો રામજીભાઇ ચાવડા ઇસમને પાસા એક્ટ હેઠળ અટકાયત કરી જેલ હવાલે કરતી બોટાદ જીલ્લા પોલીસ


(રિપોર્ટ અસરફ જાંગડ)
બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એસ.આર.ખરાડીનાઓ દ્વારા મારામારીના અનેક ગુન્હાઓમાં સંડોવાયેલ ચિરાગભાઇ ઉર્ફે ભુરો રામજીભાઇ ચાવડા રહે.બોટાદ, ચકલાગેટ, ભગતની વાડીમાં, તા.જી.બોટાદ વાળા વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલી આપતા બોટાદ જીલ્લા મેજીસ્ટ્રેટ જીન્સી રોયનાઓએ દરખાસ્ત મંજુર કરી પાસા અટકાયત વોરંટ ઇસ્યુ કરતા બોટાદ એલ.સી.બી. ના પોલીસ ઇન્સપેક્ટર એ.જી.સોલંકી તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા મજકુર ચિરાગભાઈ ઉર્ફે ભુરો રામજીભાઇ ચાવડા રહે.બોટાદ, ચકલાગેટ, ભગતની વાડીમાં, તા.જી.બોટાદ વાળાને અટક કરી પાસા વોરંટની બજવણી કરી આરોપીને લાજપોર (સુરત) મધ્યસ્થજેલ ખાતે મોકલી આપેલ છે.

રિપોર્ટ અસરફ જાંગડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image