સમાચાર વાગરા તાલુકા માં આવેલ કડોદરા ગામ છેલ્લા 20 દિવસ થી વાંદરા નો આતંક થી ગામ ના લોકોને બચકાં ભરી હેરાન પરેશાન કરી રહેલા વાંદરા ની ગામ માં ઉતરી આવેલ ટિમો.
સમાચાર
વાગરા તાલુકા માં આવેલ કડોદરા ગામ છેલ્લા 20 દિવસ થી વાંદરા નો આતંક થી ગામ ના લોકોને બચકાં ભરી હેરાન પરેશાન કરી રહેલા વાંદરા ની ગામ માં ઉતરી આવેલ ટિમો
તા. ૨૨ : વાગરા તાલુકા માં આવેલ કડોદરા ગામ છેલ્લા 20 દિવસ થી ૨૫ થી ૩૦ જેટલા વાંદરાઓ નો કાફલો ગામ માં આવી પહોચતા જ ગામ માં રહેતા મહિલાઓ , બાળકો તેમજ વૃદ્ધો ને બચકાં ભરી લેતા ગામના લોકો હેરાન પરેશાન થઈ જવા પામેલ છે આ બનાવ ની જાણ કડોદરા ગામ ના જાગૃત સરપંચ એ વાગરા ખાતે આવેલ જંગલ ખાતાની ટિમ ને જાણ કરતાં જંગલ ખાતા ના અધિકારીઓએ ટિમ સાથે પાંજરું લઈને કડોદરા ગામ માં દોડી ગયા હતા જે પિંજરમાં તોફાની એક વાંદરો પકડાઈ જવા પામ્યો હતો જેને પીંજરા સાથે વાગરા જંગલ ખાતાની ઓફિસ માં લાવવામાં આવ્યો હતો. હજુ પણ આ ગામ માં ૨૦ થી ૨૫ જેટલા વાંદરાઓ ગામ માં કૂદા કૂડ કરી રહ્યા છે. આ તોફાની વાંદરાઑ થી ગામ માં રહેતા ધર્મેન્દ્ર ભાઈ ધનજીભાઇ ગોહિલ ઉમર – ૫૦ , જેઓને વાંદરા બચકાં ભરતા હોય જેની નાસભાગ માં પડી જતાં તેઓને હાથે ફેકચર થવા પામેલ હતું તેમજ ગામ માં રહેતા લક્ષ્મીબેન વિક્રમ ભાઈ ઉમર – ૩૧ જેઓને પણ તોફાની વાંદરાએ હાથમાં કોની ઉપર બચકાં ભરી લેતા તેઓને સારવાર માટે દવાખાને લઈ જવા પડ્યા હતા. આ વાંદર ના ટોળાંની નાશભાગ માં એક બાળક પડી જતાં તેની માથા માં કપાળ ના ભાગે સામાન્ય ઇજા થઈ હતી. હાલ માં આ ગામ માં વાંદરાઓના ટોળાં ના નાશભાગ થી બચકાઓ ભરી લઈ ભાગી જતાં હોવાના લઈને ગામ ના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.
કડોદરા ગામ માં એક પીંજરુ મુક્તા તેમાં એક તોફાની વાંદરો પીંજરા માં આવી જતાં તે જડપાઈ ગયો હતો જેને વાગરા ખાતે જંગલ ખાતાની ઓફિસ માં લાવવામાં આવ્યો છે જેને મેડિકલ કરી આગળ ની કાર્યવાહી કરવામાં આવશે જેને જંગલ ખાતા ના અધિકારી મિશ્રા જણાવી રહ્યા છે.
રિપોર્ટર: સૈયદ શેર અલી
9978498188
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.