સ્ત્રી ના દિલની વાત…નારી ના હૈયાના સુંદર શબ્દો.
કુખમાં રહું છું ને, કુખમાં રાખી શકું છું, ભલે નથી ભગવાન હું તો પણ જન્મ આપી શકું છુ...
છે મારામાં તાકાત કે હું દેશ ને વીર આપી શકું છું,ભલે રહું પોતે અભણ પણ જિંદગીના પાઠ ભણાવી શકું છું...
આવડતું નથી ગણિત ભલે પણ હિસાબ રાખી શકું છું, ઓછી આવકે પણ ઘર ચલાવી શકું છું...
જરા અમથું સ્મિત મળે તો નીખરી શકું છું, ભલે ના વાપરું મોંઘા પ્રસાધનો પણ હું સુંદર લાગી શકું છું...
હોય સાથ જો પરિવારનો તો હું કંઈ પણ કરી શકું છું, પરણીને ભલે આવી પારકી હું ભલે પોતાની આવડતે હું બીજાને પોતાના કરી શકું છું...
નથી પુરુષ સમોવડી ભલે પણ મંદિરમાં તો પહેલી પૂજાઈ શકું છું,ગર્વ છે મને ખુદ પર કે હું પોતે નવું જીવતદાન આપી શકું છું છું...
એક સ્ત્રી ભલે છું તો પણ સૌ કિરદાર નિભાવી શકું છું, ત્રિલોક ની દરેક નારી શક્તિ ને અર્પણ.
9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.