પોરબંદર યુથ કૉંગેસ દ્વારા માધવપુરના લોકમેળાના આયોજન પહેલા દારૂના ધંધા અને અડ્ડાઓ બંધ કરવા એસ.પી.ને રજૂઆત.
ગોસા(ઘેડ) તા.૨૯/૦૩/૨૦૨૫
પોરબંદર તાલુકાના માધવપુર(ઘેડ) ગામે ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્મણીના લગ્ન સબંધી યોજાતા લોક મેળાને સરકાર દ્વારા વિશ્વ વિખ્યાતની ફલક પર લઈ જવા પ્રયત્નશીલ છે. ત્યારે આગામી રામનવમી થી પ્રારંભ થનાર આ માધવપુર ના લોકમેળાના આયોજન મા સરકારી વહીવટી તંત્ર વ્યસ્ત છે. આ મેળામાં રાજય તેમજ રાજય બહાર ના નેતાઓ, કલાકારો આવાવના છે.ત્યારે આ લોકમેળા મહેલા માધવપુર ગામે ફેલાયેલા દારૂના અડ્ડાઓને કાયમી ડામી દેવા પોરબંદર યુથ કૉંગેસ ના પ્રિનિધીઓ દ્વારા પોરબંદર જીલ્લા પોલીસ અધિક્ષક ને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી છે.
પોરબંદર તાલુકાના માધવપુર ગામમાં ચાલતા દેશી દારૂના અડ્ડાઓ કાયમી ધોરણે બંધ કરવા યુથ કોંગ્રેસ પ્રમુખ અજયભાઈ મોઢા અને યુથ કોંગ્રેસની ટીમ તરફ થી પોરબંદર એસ.પી. ને આવેદન આપવામાં આવ્યું છે.
યુથ કૉંગેસ દ્વારા પોરબંદર એસ. પી. ને પાઠવાયેલા આવેદન પત્રમા માધવપુર વિસ્તારમાં દેશી દારૂના ખુલ્લે આમ અને બેફામ વેચાણ પ્રત્યે ઊંડી ચિતા અને અસંતોષ વ્યકત કરતા અજયભાઈ મોઢા એ જણાવ્યું કે તાજેતરમાં જ પથી ૬ લોકો આ ઝેરી દેશી દારુનો ભોગ બની મૃત્યુ પામ્યા છે, જે આ૫ણા સમુદાયની શાંતિ, સલામતિ અને સુખાકારી ને પ્રતિકૂળ અસર કરે છે અને ખાસ કરીને મહિલાઓ અને બાળકો ની સલામતી જોખમમાં છે અને મોટા પ્રમાણમાં સગીર વયનાં લોકો આ ઝેરી દારૂનું સેવન કરતા નજરમાં આવ્યા છે. જેથી આ માત્ર ગેરકાય દેસર નહી પણ આપણા યુવાનો માટે એક ખતરનાક ઉદાહરણ પણ સ્થાપિત કરે છે.
વિશેષમાં જણાવ્યું કે આવનારી ૫ એપ્રિલ થી માધવપુર ગામમાં લોકમેળાનું પણ આયોજન કરવામાં આવેલ છે, તે સમયે આવતા પ્રવાસી ઓને આ ગંભીર પરસ્થિતિ નું પરીણામ ના ભોગવવું પડે. અને ચોરી, લૂંટફાટ અને મારા મારી જેવા કિસ્સાઓનો ભોગ ના બને એટલે જલ્દી થી આ સમસ્યાનુ નિવારણ લાવવા એસ પી જાડેજા સરને વિનંતી કરી છે અને માધુપુર ગામના લોકોની ચિંતાઓને ગંભિરતા થી લેશો અને દેશી દારૂ નું વેચાણ તત્કાલ પણે બંધ કરવા વિનંતી કરી છે.
આવેદન આપવામાં યુથ કોંગ્રેસ પ્રમુખ અજય ભાઈ મોઢા, જિલ્લા ઉપ પ્રમુખ દિલીપભાઈ ગોઢાણીયા ,યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ હિતેશભાઈ ગઢવી, યુથ કોંગ્રેસ મહામંત્રી ઈકબાલભાઈ રાવડા અને યુથ કાર્યકર્તા ઉપસ્થિતિ રહ્યા હતા.
રિપોર્ટર :- વિરમભાઈ કે. આગઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
