ઇડર સિનિયર સિટીઝન ગ્રુપની સાધારણ સભા કુટુંબ અને બાળ કલ્યાણ સમિતિ ખાતે યોજાઈ

ઇડર સિનિયર સિટીઝન ગ્રુપની સાધારણ સભા કુટુંબ અને બાળ કલ્યાણ સમિતિ ખાતે યોજાઈ


ઇડર ખાતે કુટુંબ અને બાળ કલ્યાણ સમિતિના પ્રાંગણમા સિનિયર સિટીઝન ગ્રુપ ઇડરની સાધારણ સભા સાબરકાંઠા જીલ્લા નિવૃત કર્મચારી મંડળના પ્રમુખ ચતુરસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને યોજાઇ જેમા મુખ્ય મહેમાન તરીકે ઇડર નગરપાલીકા પ્રમુખ જયસિંહ તંવર અને સાબરકાંઠા અરવલ્લી જીલ્લા સિનિયર સિટીઝન ફેડરેશનના મહામંત્રી ડૉ. ધીરુભાઈ પટેલ, દેસાઈ સીડ્સ ઈડરના રમેશભાઈ દેસાઈ તથા શ્રીજી જીનના મોહનભાઈ પટેલની ઉપસ્થિતિમા યોજાઇ હતી જેમા સિનિયર સિટીઝન ગ્રુપ ઇડરના ઉપપ્રમુખ જયેન્દ્રભાઈ સુથાર દ્વારા ઉપસ્થિત મહેમાનોનુ શાબ્દિક સ્વાગત કરી સંસ્થાનો પરિચય આપી સંસ્થા દ્વારા નિવૃતિ સમય પછીનુ જીવન એકબીજાના સાથ અને સહકારથી આનંદપૂર્વક વ્યતીત થાય એવી પ્રવૃત્તિમય બને એમ ભારપૂર્વક જણાવ્યુ હતુ અને સંસ્થાના હોદ્દદારો દ્વારા ઉપસ્થિત સર્વે મહેમાનોનુ પુષ્પગચ્છ અને શાલ ઓઢાડી સન્માન કર્યું હતુ સંસ્થાના આદ્યસ્થાપક અને પ્રથમ પ્રમુખ સ્વ. કનુભાઈ સોની અને સ્વ. એમ.કે. જાડેજાનુ મરણોત્તર સન્માન કર્યું હતુ જેમા સ્વર્ગીય મહાનુભાવોના પરીવાર હાજર રહ્યા હતા સિનિયર સિટીઝન ગ્રુપ ઇડરની સાધારણ સભાનુ સુંદર આયોજન સંસ્થાના મંત્રી પદમસિંહ ભાટી , ઉપપ્રમુખ જયેન્દ્રભાઈ સુથાર તથા કારોબારી સભ્યો દ્વારા કરવામા આવ્યુ હતુ

સાબરકાંઠા તાલુકો ઇડર
રિપોર્ટર હસન અલી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »