પોકેટકોપ મોબાઇલ એપ્લીકેશનની મદદથી મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલતી લીંબડી પોલીસ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/s8ge4d3qjcyt1601/" left="-10"]

પોકેટકોપ મોબાઇલ એપ્લીકેશનની મદદથી મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલતી લીંબડી પોલીસ


તા.15/02/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા હરેશ દુધાતએ સુરેન્દ્રનગર જીલ્લામાં અનડીટેક ગુન્હાનો ભેદ ઉકેલવા માટે સુચના આપેલ હોય જે અન્વયે હે નાયબ પોલીસ અધિક્ષક સી. પી. મુંધવા તથા લીંબડી સર્કલ પો, ઇન્સ. એમ. એચ. પુવારનાં માર્ગદર્શન મુજબ અમો તથા લીંબડી પોલીસ ટીમ દ્વારા લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ રાખી અનડીટેક ગુન્હાનો ભેદ ઉકેલવા સૂચના કરવામાં આવેલ છે. આજરોજ અમો તથા સ્ટાફના માણસો લીંબડી ટાઉન વિસ્તારમાં ક. 12/00 વાગ્યેથી પો. સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં જવા ખાનગી વાહનમાં રવાના થયેલ અને પેટ્રોલીંગ ફરતા ફરતા લોબડી નેશનલ હાઈવે નં. 47 પર અવતીકા હોટલ સામે રોડ ઉપર આવતા સાથેના પો. કોન્સ ગોપાલભાઈ રઘુભાઈ સિંધવને ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે વેલશીભાઈ ચિકાભાઈ વાધરોડીયા રહે. વડોદ તા-વઢવાણ વાળો ચોરી કે છળકપટથી મેળવેલ નંબર પ્લેટ વગરનું એક કાળા કલરનું વાદળી પટ્ટા વાળુ હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મો. સા સાથે પોતાના ગામથી નીકળી લીંબડી તરફ આવનાર છે અને અહીથી પસાર થનાર છે મજકુર ઇસમ શરીરે કાળા કલરનું આછા સફેદ ફુલની ડીઝાઇન વાળો શર્ટ તથા જિન્સનું પેન્ટ પહેરેલ છે તેવી ચોકકસ બાતમી મળેલ હોય જેથી પંચો તથા અમો સ્ટાફના માણસો અવતીકા હોટલ સામે રોડ ઉપર મજકુર ઇસમની વોય તપાસમા છુટા છવાયા ગોઠવાયેલ બાદ વર્ણનવાળા નંબર પ્લેટ વગરના એક કાળા કલરના વાદળી પટ્ટા વાળા હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મો. સા. સાથે એક ઇસમ નીકળતા જેને કોર્ડન કરી રોકી મોં સા ઉપરથી નીચે ઉતારી મજકૂર ઇસમ પાસેથી મળી આવેલ મો. સા. ના આધાર પુરાવા કે રજીસ્ટ્રેશનને લગતા કાગળો માંગતા પોતાની પાસે નહીં હોવાનુ જણાવી ગલ્લા તલ્લા કરી કોઇ સંતોષકારક જવાબ આપતા ન હોય જેથી સદરહું મો. સા. મજકુર ઇસમે ચોરી કે છળકપટ થી મેળવેલ હોવાનું જણાય આવતા મો. સા. બાબતે પોકેટકોપ તથા ઇ-ગુજકોપ માફરતે ખરાઇ કરતા મો. સા. નો રજી. નંબર 113-અક- 3096 છે, તેમજ મો. સા. અંગે પાણશીણા પોલીસ સ્ટેશનમાં ગુનો રજી, થયેલ હોય જેથી મજકૂર ઇસમને સી. આર. પી. સી કલમ 41(1)ડી મુજબ ધોરણસર અટક કરેલ તથા સી. આર. પી. સી. કલમ 102 મુજબ મો. સા કબજે કરી પાણશીણા પો. સ્ટે. નો અનડીટેક ગુન્હો ડીટેક કરેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]