દેગામ સીમ શાળા નં ૨ તથા ૩નાં તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ મહેર સમાજ દેગામ દ્વારા યોજાયો - At This Time

દેગામ સીમ શાળા નં ૨ તથા ૩નાં તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ મહેર સમાજ દેગામ દ્વારા યોજાયો


ગોસા(ઘેડ)તા.૦૫ પોરબંદર ના બરડા ના મહેર સમાજ દેગામ દ્વારા દેગામ સીમ શાળા નં ૨ તથા ૩નાં તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ
નાગાજણ ના પાટિયા સામે આવેલ દેગામ સીમ શાળા નં ૨ ખાતે યોજવામાં આવ્યો હતો.
દેગામ સીમ શાળા નં ૨ તથા ૩ માં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારા નંબરે પાસ થયેલ હોય તેવા તેજસ્વી વિદ્યાર્થીઓ નું આજરોજ "મહેર સમાજ દેગામ તરફથી ૮૧ વિદ્યાર્થીઓ ને,શિલ્ડ એનાયત કરી સન્માન કરવામાં આવેલ
આજ નાં કાર્યક્રમ માં મહેર સમાજ દેગામ નાં પ્રમુખ શ્રી ભીમભાઇ સુંડાવદરા,, ઊપ પ્રમુખ ગીજુ ભાઈ સુંડાવદરા,તાલુકા પંચાયત કારોબારી ચેરમેન વિરમભાઈ સુંડાવદરા,,આગેવાનો કેશુભાઈ સુંડાવદરા,અરજન ભાઈ,,દેગામ પ્રાથમિક શાળા નાં પ્રિન્સીપાલ કૌશિક મોતીવરસ,સીમ શાળા ૨ નાં પ્રિન્સીપાલ નમ્રતા બેન,, સીમ શાળા ,૩ નાં પ્રિન્સીપાલ
મોરી સાહેબસીમ શાળા નો તમામ સ્ટાફ,,,વાલીઓ,,અને વાડી વિસ્તાર માંથી બહોળા પ્રમાણમાં ભાઈ બહેનો ઉપસ્થિત રહેલ હતા.અને આં કાર્યક્રમ સારી રીતે સંપન્ન થયેલ હતો
રિપોર્ટર :-વિરામભાઈ કે. આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image