વહેલી સવારે ગાઢ ધુમ્મસ જોવા મળી, ઝીરો વિજીબલીટીથી વાહન ચાલકો પરેશાન
ભચાઉ :
આજે વહેલી સવારે ગાઢ ધુમ્મસ જોવા મળ્યુ હતું. ફરી એકવાર ધુમ્મસ છવાતા લોકોઓએ હિલ સ્ટેશનનો અનુભવ કર્યો હતો. જોકે, હાઇવે પર ધુમ્મસને કારણે વાહનચાલકો અને લોકોને ઘણી મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હતો.
મુખ્ય રસ્તાઓ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ધુમ્મસ જોવા મળી
હાઇવે પર પાર્કિંગ લાઈટ અને વાઈપર સાથે વાહનો પસાર થતા જોવા મળ્યા હતા. સવારે લોકો ઉઠયા ત્યારે ધૂમ્મસની ચાદર જોવા મળી.
ધુમ્મસ છવાતા લોકોએ હિલ સ્ટેશનનો અનુભવ કર્યો
ઝાકળ વર્ષાને લઈ ઊંચી ઊંચી ઇમારતો પણ આંખોથી ઓઝલ થઈ રહી હોઈ તેવો ગજબનો નજારો જોવા મળ્યો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.