જસદણમાં અવતાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જીવદયા ક્ષેત્રે કીડીયારું માટેનો અનોખો કાર્યક્રમ યોજાયો
(રીપોર્ટ કરશન બામટા જસદણ)
સમગ્ર ગુજરાતમાં પ્રેરણારૂપ થાય તેવી જીવદયા ક્ષેત્રે અવતાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક અનોખી સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી. જેમાં કીડીયારુ માટે 5000 થી વધુ સુકા નાળિયેરમાં ઘઉંનું ભડકું, ચોખાની કટકી, તલ, ગોળ સહિતની વસ્તુઓ ભરવામાં આવી. જેમાં અવતાર ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો અને બહોળી સંખ્યામાં સેવાભાવી લોકો જોડાઈને સહભાગી બન્યા હતા. તેમજ સ્થળ પરથી કીડીઓને મૂકવા માટે કીડીયારું ભરેલ 2000 થી પણ વધુ નાળિયેરનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે અવતાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સૌ સેવાભાવીઓને જણાવવામાં આવ્યું હતું કે હવેથી માર્ચ - એપ્રિલ મહિનાના દર રવિવારે ડુંગરાળ વિસ્તારમાં દર વર્ષની જેમ કીડીયારું ભરેલ નાળિયેર મૂકવા જવાનું આયોજન છે. જેમાં જંગલ વિસ્તારમાં આ નાળીયેરને મુકવામાં આવશે. જેના કારણે હજારો કીડીને ભોજન મળી રહેશે. સતત સાત વર્ષ થી આ ટીમ સેવાકિય કાર્ય કરી રહી છે. જેમાં રાશન કીટ વિતરણ, ચકલી નાં માળા , રક્તદાન કેમ્પ અને વૃક્ષારોપણ પણ કરવામાં આવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
