રાજકોટના આંગણેથી થશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એથલેટિકસ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન સમારોહ યોજાશે. - At This Time

રાજકોટના આંગણેથી થશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એથલેટિકસ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન સમારોહ યોજાશે.


રાજકોટના આંગણેથી થશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એથલેટિકસ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન સમારોહ યોજાશે. જેમાં રાજકોટ શહેર જિલ્લાના બે લાખ ત્યાંસી હજાર આઠસો મળી રાજયભરમાંથી એકોતેર લાખ ત્રીસ હજાર આઠસો ચોંત્રીસ ખેલાડીઓ ૨૪થી વધુ રમતમાં ભાગ લેશે. સ્ટેટ સ્પોર્ટસ ઓથોરિટી તેમજ રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા ઉદ્ઘાટન સમારોહની તડામાર તૈયારીઓ આરંભાઇ છે.

રમશે ગુજરાત જીતશે ગુજરાત ઓલમ્પિક ૨૦૩૨ ગુજરાતના આંગણે યોજાનાર હોવાથી આઠ વર્ષ દરમિયાન ગુજરાત રાજયના ઉભરતા ખેલાડીઓ નેશનલ, ઇન્ટરનેશનલ લેવલ ઝળકી ઉઠે

તેવા લક્ષ્ય સાથે રાજય સરકાર દ્વારા મિશન સ્ટાર્ટ કરાયું છે. આ વખતના ખેલ મહાકુંભને વધુ ભવ્ય બનાવવા સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત વિશેષ તૈયારી કરી રહી છે. રાજય સ્તરના ખેલ મહાકુંભના ઉદ્ઘાટન સમારોહનો મોકો રાજકોટને મળ્યો છે.
રાજકોટમાં આવતી ૪
જાન્યુઆરીના રોજ ખેલમહાકુંભનો ઉદ્ઘાટન સમારોહ યોજાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, રાજયના રમત- ગમત વિભાગના મંત્રી તેમજ અન્ય મંત્રીઓ મહાનુભાવો આ સમારોહમાં ઉપસ્થિત રહેશે. સંભવત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે વર્ચ્યુલી જોડાઈની સમારોહને ચાલુ કરાવે તેવી ગોઠવણ

ચાલી રહી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. સમગ્ર કાર્યક્રમ બાબતે રેસી.એડીશનલ કલેક્ટર આલોક ગૌતમે માહિતી આપતા જણાવ્યું હતું કે, ઉદ્ઘાટન સમારોહમાં રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રભરમાંથી ખેલ મહાકુંભમાં રજીસ્ટ્રેશન કરાવનારા ખેલાડીઓ પૈકીના દશેક હજાર ખેલાડીઓને બોલાવવામાં આવશે. ખેલાડીઓને લાવવા માટે એસટી તંત્ર દ્વારા ૧૦૦ બસોની ફાળવણી કરવામાં આવી છે. રાજકોટ નજીકના જિલ્લ ગેઓ મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી આસપાસના અન્ય જિલ્લાના સ્પર્ધકોને કાર્યક્રમમાં લાવવા માટે સ્થાનિક લેવલે જે તે તંત્રવાહકોને જવાબદારી સોંપાશે.

ખેલ મહાકુંભ માટે રજીસ્ટર્ડ થયેલા સ્પર્ધકોની આંકડાકીય માહિતી મુજબ રાજકોટ શહેરમાં મહાપાલિકા દ્વારા ૯૪,૫૩૩ ખેલાડીઓ નોંધાયા છે. કુલ ૬,૨૦૮ ટીમો ભાગ લેશે. જયારે રાજકોટ ગ્રામ્યમાં ૧,૮૯,૨૭૨

ખેલાડીઓ મળી ૧,૮૪,૩૦૦થી વધુ ટીમ જોડાશે. રાજકોટ જિલ્લ (માંથી જ ૨,૮૩,૮૦૫ ખેલાડીઓ સાથે રાજયમાં ૭૧ લાખથી વધુ ખેલાડીઓ જોડાયા છે.

૪ જાન્યુઆરીએ રાજકોટથી આરંભ થનારી ખેલ મહાકુંભ માર્ચ મારામાં પૂર્ણ થશે. ખેલ મહાકુંભમાં અલગ અલગ ૨૪થી વધુ રમતો હશે. ફીઝીકલ ડેસીબલ દિવ્યાંગ બાળકોથી લઇ મોટા દિવ્યાંગ ખેલાડીઓ પણ ખેલ મહાકુંભના સ્પર્ધકો તરીકે જોડાશે.

ખેલ મહાકુંભની તૈયારીના ભાગરૂપે આજે બપોર બાદ સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સાથેની ટીમ રાજકોટ આવી પહોંચશે. કલેકટર તંત્ર તેમજ સ્થાનિક સ્પોર્ટસ ઓથોરિટી સાથે રિવ્યુ બેઠક મળશે. ઉદ્ઘાટન સમારોહ માટેની તૈયારીઓને ઓપ અપાશે.


9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.