દેશ અને દુનિયામાં વળતાં સમસ્ત રઘુવંશીઓ ને આ પંક્તિઓ સમર્પિત. - At This Time

દેશ અને દુનિયામાં વળતાં સમસ્ત રઘુવંશીઓ ને આ પંક્તિઓ સમર્પિત.


કોઈ કહે ભાઈ લોહાણા ને કોઈ કહે છે ઠક્કર,
રામના વંશજ સીધે-સીધા, સૂકવી દઈએ સમદર...

લોહાણા અમે લાહોરીને મૂળ અમારાં મુલતાની,કશ્મીરના અમે કિંગ હતા એ વાત લેજો સૌ જાણી...

દુશ્મનોનાં ઉતરી આવ્યાં હતા જે દી ધાડેધાડા
તલવાર તાણીને તે દી અમે ઊભા હતા આડા...

વરસો લગી રોકી રાખ્યા હતા સરહદ પર લૂંટારા, ધરમ કાજે સાચવી રાખી હતી ધીંગાણાની ધારા...

વીર દાદા જશરાજ થયા છેલ્લા અમારા રાણા,
ચાલુ ફેરે રણે ચડ્યા ને અમર થઈ પૂજાણા...

ક્ષત્રિય છીએ પણ વેપાર શીખ્યા સમયની સાથે, શૂરવીરતા તોય સ્વભાવમાં ને હિંમત હૈયે હાથે...

વહાણાં વાયાં‌ વરસોનાં ભૈ આવ્યે ગુર્જર દેશમાં, રંગાઈ ગયા સૌ આખા ગુજરાતીઓના વેશમાં...

વેપાર ધંધા અને દાન ધરમમાં આગળ અમારી જાતિ, ધન્ય ધરા ગુજરાતની ને અમે પાક્કા ગુજરાતી...

જય જલારામ અને જય શ્રી કૃષ્ણ બોલીને સૌ કરતા કામ હંમેશા, વિચાર વાણી વર્તન એવાં કે માનવતાને છાજે...

શુભ થાઓ સકલ વિશ્વનું, મંત્ર એવો છે મુખે,
વિચારો છે ઉમદા એવા કે ભૂખ્યું કોઈ ના સૂવે...

ગર્વ સાથે ગાવાના અમે ગાથા અમારા વંશની,
પ્રાણ જાય પણ વચન ના જાયે એ રીતિ મારા રઘુવંશની.

Report by :- Keyur Thakkar

Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.