રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી ઊંચા 22 માળના બિલ્ડિંગમાં 250 ફૂટ લાંબો, 24 ફૂટ પહોળો રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો, 1 કિમી દૂરથી પણ દેખાય છે - At This Time

રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી ઊંચા 22 માળના બિલ્ડિંગમાં 250 ફૂટ લાંબો, 24 ફૂટ પહોળો રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો, 1 કિમી દૂરથી પણ દેખાય છે


આઝાદીનાં 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે ભારતમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા 13થી 15 ઓગસ્ટ સુધી ‘હર ઘર તિરંગા અભિયાન’નું એલાન કરવામાં આવ્યું છે, પરંતુ આજથી રાજકોટ શહેરના ઘર તેમજ ઓફિસ પર તિરંગો લહેરાઈ રહ્યો છે. જોકે સૌરાષ્ટ્રનો સૌથી ઊંચો 250 ફૂટ લાંબો અને 24 ફૂટ પહોળો તિરંગો સૌરાષ્ટ્રની સૌથી ઊંચી 22 માળની રાજકોટના સિલ્વર હાઈટ્સ બિલ્ડિંગમાં લહેરાવવામાં આવ્યો છે. આ રાષ્ટ્રધ્વજ એક કિમી દૂરથી પણ દેખાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon