બાલાસિનોર તાલુકામાંથી ચાઈનીઝ દોરી વેચતા ત્રણ ઈસમોની ધરપકડ કરાઈ મહીસાગર એલ.સી.બી અને તાલુકા પોલીસે કુલ ૫૪ ચાઈનીઝ ફીરકીઓ જપ્ત કરી - At This Time

બાલાસિનોર તાલુકામાંથી ચાઈનીઝ દોરી વેચતા ત્રણ ઈસમોની ધરપકડ કરાઈ મહીસાગર એલ.સી.બી અને તાલુકા પોલીસે કુલ ૫૪ ચાઈનીઝ ફીરકીઓ જપ્ત કરી


બાલાસિનોર તાલુકામાંથી ચાઈનીઝ દોરી વેચતા ત્રણ ઈસમોની ધરપકડ કરાઈ

મહીસાગર એલ.સી.બી અને તાલુકા પોલીસે કુલ ૫૪ ચાઈનીઝ ફીરકીઓ જપ્ત કરી

બાલાસિનોર
બાલાસિનોર તાલુકાના જુદા જુદા વિસ્તારોમાંથી પોલીસે ચાઈનીઝ ફિરકી વેચતા ત્રણ ઇસમોને ઝડપી લીધા હતા બાલાસિનોર એલસીબીએ બે ઈસમોની ધરપકડ કરી હતી અને તાલુકા પોલીસે એક ઈસમને દબોચી લીધો હતો આ ત્રણેય ઈસમો પાસેથી ૫૪ ચાઈનીઝ ફિરકીઓ જપ્ત કરવામાં આવી હતી અને ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી કરાઇ હતી.

બાલાસિનોર તાલુકામાંથી એક જ દિવસમાં ત્રણ વ્યક્તિઓને ચાઈનીઝ ફિરકીઓ વેચતા ઝડપી લેવામાં આવ્યા હતા. મહીસાગર એલસીબી ટિમ એ બાદમી ના આધારે બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં શ્રેયા સ્કૂલના ગેટની સામે થી સીઝાન આશિષ મનસુરી.રહે, નબગુજરાતની સામે બાલાસિનોર અને સુહાન મુતલીબ શેખ રહે, આશિયાના સોસાયટી,રાજપુર રોડ બાલાસિનોરનાની ધરપકડ કરી હતી એલસીબી પીઆઇ એમ કે ખોટ અને પોલીસ કર્મચારીઓએ ૩૬ હજાર રૂપિયાની ચાઈનીઝ દોરી ની 48 નંગ ફીરકીઓ જપ્ત કરી ફરિયાદ નોંધાવી હતી.
પોંડવા થી ભગા બારીયા તરફ જતા રોડ નજીક હનુમાનજી મંદિર પાસે એક ઈસમ ચોરી ચૂકી થી ચાઈનીઝ દોરીનો ગેરકાયદેસર વેપાર કરે છે તેવી બાલાસિનોર તાલુકા પોલીસની મળી હતી. તે બાતમીના આધારે પીઆઇ ડી કે ઠાકર તેમજ પોલીસ કર્મચારીઓએ તપાસ હાથ ધરી ચાઈનીઝ દોરી વેચતા જીતેન્દ્રભાઈ કાળાભાઈ ચૌહાણ રહે ભગા બારીયાની ધરપકડ કરી હતી આ ઈસમ પાસેથી ચાઈનીઝ દોરીની છ ફીરકી મળી આવી હતી.૪૫૦૦ રૂપિયાની કિંમતની ચાઈનીઝ દોરીની ફીરકીઓ જપ્ત કરી જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી ચાઈનીઝ દોરીને કારણે ઇજાઓના બનાવો વધી રહ્યા હોય બાલાસિનોર પોલીસ દ્વારા ઉતરાણ પહેલા આ રીતે ગેરકાયદેસર ચાઈનીઝ દોરી વેચનારાઓને ઝડપી લેવા તપાસ હાથ ધરવામાં આવી છે.

ભૌમિક પટેલ બાલાસિનોર
9714056889


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.