ઈન્ડિયન આર્મી મેન વિજયકુમાર નિવૃત્ત થતા બોટાદ ખાતે ભવ્ય સ્વાગત થયું; સરહદ પર ૧૭ સત્તર વર્ષ પૂર્ણ કરી છેલ્લે બેંગલોર ટ્રેનિંગ સેન્ટર પર થી ઈન્ડિયન આર્મી તરીકે નિવૃત થઈને બોટાદ ની ધરતી પર પરત ફરતા હોય ત્યારે તેમનો રેલી સ્વરૂપે ભવ્ય સ્વાગત સન્માન સમારંભ નું આયોજન થયું - At This Time

ઈન્ડિયન આર્મી મેન વિજયકુમાર નિવૃત્ત થતા બોટાદ ખાતે ભવ્ય સ્વાગત થયું; સરહદ પર ૧૭ સત્તર વર્ષ પૂર્ણ કરી છેલ્લે બેંગલોર ટ્રેનિંગ સેન્ટર પર થી ઈન્ડિયન આર્મી તરીકે નિવૃત થઈને બોટાદ ની ધરતી પર પરત ફરતા હોય ત્યારે તેમનો રેલી સ્વરૂપે ભવ્ય સ્વાગત સન્માન સમારંભ નું આયોજન થયું


(રીપોર્ટર: ચિંતન વાગડીયા)
તારીખ.૦૪/૦૪/૨૦૨૫ ના રોજ બોટાદ ખાતે પાળીયાદ રોડ થી માતા રમાઈ ભવન સુધી સ્વાગત રેલી યોજી હતી.
બોટાદ નિવાસી હંસાબેન ગીગાભાઈ સાગઠીયા ના સુપુત્ર,ફૌજી વિજયકુમાર જેઓ ભારત દેશ ની સેવા માટે સરહદ પર ૧૭ સત્તર વર્ષ પૂર્ણ કરી છેલ્લે બેંગલોર ટ્રેનિંગ સેન્ટર પર થી ઈન્ડિયન આર્મી તરીકે નિવૃત થઈને બોટાદ ની ધરતી પર પરત ફરતા હોય ત્યારે તેમનો રેલી સ્વરૂપે ભવ્ય સ્વાગત સન્માન સમારંભ નું આયોજન થયું હતું જેમાં સમતા બુદ્ધ વિહાર.બોટાદ વ્યવસ્થાપક પ્રમુખ.બોધિરાજ બૌદ્ધ અને પ્રતિભા બૌદ્ધ પરિવાર દ્વારા રાષ્ટ્ર નું પ્રતિક અશોક સ્થંભ અને માનવતા નું પ્રતિક પંચશીલ આપીને નિવૃત્ત ફૌજી વિજયકુમાર સાગઠીયા નું સન્માન કરવામાં આવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image