જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કિશોરી ઉત્કર્ષ પહેલ અંતર્ગત ઝઘડિયા ખાતેની આશ્રમ શાળામાં કિશોરીઓની જાગૃતતા અંગેનો તાલીમ સત્ર યોજાયો* - At This Time

જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કિશોરી ઉત્કર્ષ પહેલ અંતર્ગત ઝઘડિયા ખાતેની આશ્રમ શાળામાં કિશોરીઓની જાગૃતતા અંગેનો તાલીમ સત્ર યોજાયો*


જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કિશોરી ઉત્કર્ષ પહેલ અંતર્ગત ઝઘડિયા ખાતેની આશ્રમ શાળામાં કિશોરીઓની જાગૃતતા અંગેનો તાલીમ સત્ર યોજાયો*
----------
ભરૂચ: ગુરુવાર - જિલ્લાની તમામ કિશોરીઓની ગુણાત્મક તાલીમ થકી "આદર્શ કિશોરી" બનાવવાની અનોખી સી એસ આર પહેલ અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઝઘડિયાના હરીપુરા ખાતેની આશ્રમ શાળામાં કિશોરીઓને જાગૃતી અંગેની તાલીમ સત્ર આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી કલ્પેશ શર્માના અધ્યક્ષપદે યોજાયો હતો.
આ પ્રસંગે આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી કલ્પેશ શર્માએ જિલ્લા વહીવટી તંત્રની કિશોરી ઉત્કર્ષ પહેલના ઉદ્દેશ તથા તેના હેતુ અંગે વિસ્તૃત સમજ આપી હતી.
વધુમાં તેમણે આ પહેલ અંતર્ગત આશ્રમ શાળામાં અભ્યાસ કરતી કિશોરીઓને મહત્તમ લાભ લેવા પણ અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે નાયબ ચૂંટણી અધિકારી શ્રીમતી સુપ્રિયા ગાંગુલીએ આગામી સમયમાં ૧૮ વર્ષની ઉમર પૂર્ણ કરનારી વિદ્યાર્થિનીઓને સરકારીશ્રી તરફથી જન્મ દિવસની ભેટ સ્વરૂપે વોટર આઇ ડી કાર્ડ મળે તે માટેના સંકલ્પ લેવડાવવા હતાં. આ વેળાએ તેઓશ્રીએ આશ્રમ શાળાની કિશોરીઓને લોકશાહીનું જતન કરીને દેશ ચલાવવામાં બહુમૂલ્ય પ્રદાન કરવા પણ પ્રેરિત કર્યા હતા.
આ પ્રસંગે બાળ સુરક્ષા એકમના શ્રી વી.વી. ક્રિશ્ચયને બાળ સુરક્ષાને લગતા કાયદાઓની વિસ્તૃત સમજ આપી હતી.
આ તાલીમ સત્રમાં જિલ્લા વહીવટી તંત્રના અમલીકરણ અધિકારીઓ ,આશ્રમ શાળાના શિક્ષકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી.

8153048044


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon