ધંધુકા તાલુકાના ખરડ ગામમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીયા વિશ્વ વિદ્યાલય દ્વારા શિવ કથા અને હોળી પર્વનું ભવ્ય આયોજન કરાયું.
ધંધુકા તાલુકાના ખરડ ગામમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીયા વિશ્વ વિદ્યાલય દ્વારા શિવ કથા અને હોળી પર્વનું ભવ્ય આયોજન કરાયું.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકાના ખરડ ગામમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીયા વિશ્વ વિદ્યાલય દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે શિવ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. દસ દિવસ સુધી ચાલી રહેલ આ શિવ કથા ભાવિક ભક્તજનો માટે આધ્યાત્મિક ઉન્નતિનું શરણ બની હતી.
શિવ કથા પૂર્ણ થયા બાદ ગામમાં હોળી અને ધુળેટી પર્વ ઉમંગ અને ઉત્સાહ ભેર ઉજવવામાં આવ્યું. રામજી મંદિરના ચોકમાં ગામના લોકો એકત્રિત થઈ હોળી દહન કરી પવિત્રતા અને ભક્તિ ભાવ વ્યક્ત કર્યો. ધુળેટીના રંગભર્યા પર્વમાં સૌએ ભાઈચારો અને પ્રેમની ભાવના સાથે રંગો રેલાવ્યા હતા.
આ વિશેષ ઉજવણીના ભાગરૂપે રાત્રે 8:30 થી 10:00 સુધી પ્રજાપિતા બ્રહ્માકુમારી સંસ્થાની બહેનોએ ધાર્મિક અને આત્મિક ઉર્જાથી ભરેલો કાર્યક્રમ રજૂ કર્યો. ભાવિક ભક્તોએ આ પાવન પ્રસંગનો લાભ લીધો અને આત્મિક શાંતિ સાથે ઉત્સવનો આનંદ માણ્યો હતો.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે
