સુઈગામના મમાણા પગારકેન્દ્ર શાળાના આચાર્યની સ્થળ બદલી થતાં અભિવાદન કાર્યક્રમ યોજાયો.
સુઈગામ તાલુકાના મમાણા પગારકેન્દ્ર શાળાના આચાર્યશ્રી ર્ડા.શિતલબેન સી.ત્રિવેદીએ વર્ષ-૨૦૧૫ થી વર્ષ-૨૦૨૪ સુધી એક દસકા જેટલા લાંબા કાર્યકાળની શિક્ષણ સેવા નિભાવી HTAT સંવર્ગની બદલીમાં પોતાના વતન પાલનપુર મુકામે પારપડા પ્રાથમિક શાળામાં નિમણૂક મેળવી છે.ત્યારે તા.૦૩/૦૧/૨૦૨૫ને શુક્રવારે મમાણા મુકામે શાળા પરીસરમાં અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. દિપપ્રાકટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. પ્રાર્થનાગાન અને શાબ્દિક આવકાર બાદ પધારેલ મહેમાનોને પુસ્તકરૂપી પુષ્પથી આવકાર્યા હતા. ત્યારબાદ ભાવગીત અને પ્રેરણાગીતો રજૂ થયા હતા. આ પ્રસંગે બેનશ્રીને કુમકુમ તિલક કરી, મોં મીઠું કરાવી, શ્રીફળ અને સાકરથી વધાવી, ફૂલહાર પહેરાવી, સાલ અને સન્માનપત્રથી વધાવ્યા હતા. સાથે-સાથે શાળા પરીવાર અને ગ્રામજનો દ્રારા મુમેન્ટો અને રોકડ પુરસ્કારથી અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકાની વિવિધ શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ તથા ઉપસ્થિત સ્નેહીજનોએ મુમેન્ટો અને રોકડ પુરસ્કારથી સન્માન કર્યું હતું. બાળકોએ પણ ગુરુ વંદના કરી મુમેન્ટો અર્પણ કરી હતી. આ પ્રસંગે બેનશ્રીના માતા-પિતા અને જીવનસાથીની પણ ઉપસ્થિતિ હતી. તેમને પણ સન્માન સાથે આવકાર્યા હતા.
આજના પ્રસંગે ગામના સરપંચશ્રી ઉમેદદાનજી ગઢવી, મંત્રીશ્રી ઈન્દ્રદાનજી ગઢવી, યુવા અગ્રણી મહિપાલસિંહ ગઢવી, પૂર્વ સુઈગામ તાલુકા ટીપીઓશ્રી પથુભાઈ માળી, તાલુકા પંચાયત સદસ્ય દિગપાલદાનજી ગઢવી મમાણા કોલેજના આચાર્ય વિનયસિંહ, મમાણા મા.ઉ.મા.શાળા આચાર્ય ગણપતભાઈ ગાડીયા(શિ.સે.વ.-૦૨), સુઈગામ તા. શૈક્ષિક મહાસંઘના મંત્રીશ્રી ઈશ્વરજી સોલંકી,CRC વિક્રમસિંહ સોલંકી, ભરડવા હાઈસ્કૂલના આચાર્યશ્રી કમલેશભાઈ દરજી, વિવિધ શાળાના આચાર્યશ્રીઓ વેરસીભાઈ પરમાર, ધનજીભાઈ ચૌધરી, પ્રકાશબેન ગઢવી,ખેમભાઈ જોષી,ડુંગરભાઈ ગોહીલ, રમેશભાઈ પ્રજાપતિ, બિપિનભાઈ દવે, રાજેશભાઈ દેસાઈ, દિપીકાબેન, માવજીભાઈ પંડ્યા, નિખિલભાઈ ત્રિવેદી, રાઘવદાન ગઢવી, શક્તિદાન ગઢવી, મમાણા પે.કે.શાળા આચાર્ય સોનીબેન ગુર્જર, મમાણાની પેટા શાળાના શિક્ષકો, મમાણા શિક્ષણ પરીવારના કર્મચારીઓ, મમાણા પંચાયત પરીવાર,મમાણા આરોગ્ય વિભાગ પરીવાર, આંગણવાડી પરીવાર, મમાણા ગ્રામજનો, મમાણા શિક્ષણ વિભાગના તમામ બાળકો સહિત સૌ સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મહિપાલસિંહજી ગઢવી અને શિતલબેન ત્રિવેદીએ શાળા વિકાસ માટે રોકડ સહાય અર્પણ કરી હતી. સૌએ સાથે ભોજન લઈ છૂટા પડ્યા હતા. સમગ્ર કાર્યક્રમ મમાણા શિક્ષણ વિભાગની સંયુક્ત ભાગીદારીથી સફળ બન્યો હતો.
9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે
