નંદેસરી પોલીસે બુટલેગર દ્વારા ભૂગર્ભમાં સંતાડેલો શરાબનો જથ્થો શોધી કાઢ્યો . - At This Time

નંદેસરી પોલીસે બુટલેગર દ્વારા ભૂગર્ભમાં સંતાડેલો શરાબનો જથ્થો શોધી કાઢ્યો .


વડોદરા શહેરના નંદેસરી પોલીસ મથક વિસ્તારમાં આવેલા નંદેસરી રૂપાપુરા ગામના વિનોદભાઈ ઉર્ફે રાવડી નટવરસિંહ ગોહિલ પોતાના ઘરમાં ચોરખાનું બનાવી વિદેશી શરાબનો જથ્થો સંતાડી રાખ્યો હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે દરોડો પાડયો હતો . ઘરમાં એક ખૂણામાં ચોર ખાનું બનાવી અંદર 69 જેટલી પ્લાસ્ટિકની વિદેશી શરાબની બોટલો મૂકેલી મળી આવી હતી . પોલીસે વિદેશી શરાબના જથ્થા તેમજ એક મોબાઈલ ફોન મળી 37 , 600 નો મુદ્દા માલ કબજે કર્યો હતો જ્યારે બુટલેગર વિનોદ નટવરસિંહ ગોહિલ ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે .
ઉમેશ ભાટીયા.વડોદરા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon