અમરેલી ટાઉનના બહારપરા વિસ્તાર ખાતેથી ગેરકાયદેસર માદક પદાર્થ સુકો ગાંજો વજન ૦૧ કિલો ૩૯૯ગ્રામનોજથ્થોકિ.રૂા.૧૩,૯૯૦/-ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ
અમરેલી ટાઉનના બહારપરા વિસ્તાર ખાતેથી ગેરકાયદેસર માદક પદાર્થ સુકો ગાંજો વજન ૦૧ કિલો ૩૯૯ગ્રામનોજથ્થોકિ.રૂા.૧૩,૯૯૦/-ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ
ગુજરાત રાજ્યના અધિક પોલીસ મહાનિદેશક સી.આઈ.ડી.કાઈમ અને રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ કેફી ઔષધો મન:પ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર હેરા-ફેરી વેચાણ અટકાવવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ. જેના ભાગ રૂપે એ.ટી.એસ.ના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો ક૨વા અને તેવા પદાર્થ શોધી તેનું ગેરકાયદેસર વેચાણ ક૨તા ઇસમોને ઝડપી પાડવા અને ગુજરાત રાજ્યને નશા મુક્ત કરવા અભિયાન હાથ ધરેલ છે.જે અનુસંઘાને ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ ભાવનગર નાંઓની જરૂરી સુચનાં અને માર્ગદર્શન હેઠળ અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ આગામી ઈદે-મિલાદ તહેવાર અનુસંધાને જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિમય વાતાવરણ બની રહે જેથી એસ.ઓ.જી.પોલીસ ઈન્સપેક્ટર આર.ડી.ચૌધરી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.બી.ભટ્ટ તથા એસ.ઓ.જી. ટીમને અમરેલી જીલ્લામાં કેફી પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેંચાણ ક૨તા ઈસમોને ઝડપી પાડી યુવાધનને બરબાદીનાં રસ્તે જતા અટકાવવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે એસ.ઓ.જી. પોલીસ ઈન્સપેક્ટર આર.ડી.ચૌધરી તથા એસ.ઓ.જી. ટીમ અમરેલી ટાઉન વિસ્તારમાં એ.ટી.એસ. ચાર્ટર લગત પેટ્રોલીંગમાં હતા. જે દરમિયાન ખાનગી બાતમી રાહે હકિકત મળેલ કે અમરેલી ટાઉન વિસ્તારના બહારપરા, નાના ખાટકીવાડ ખાતે આવેલ મદીના મસ્જીદની સામે એક ઈસમ પોતાના રહેણાંક મકાનમાં સુકો ગાંજાનો જથ્થો રાખી વેચાણ ક૨તો હોવાની ચોક્કસ અને આધારભુત બાતમી હકિકત અન્વયે સદરહું જગ્યાએ રેઇડ કરતા એક ઈસમોને સુકા ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.
*પકડાયેલ આરોપી:*-
*હારૂન ઉર્ફે મિત્ર દાઉદભાઈ માંડલીયા, ઉ.વ.૬૪, ધંધો-મજુરી, રહે.અમરેલી, બહારપરા, મદીના મસ્જીદની સામે, તા.જી.અમરેલી
*પકડાયેલ મુદ્દામાલ* :-
*મજકુર ઈસમનાં રહેણાંક મકાન રૂમમાંથી ગેરકાયદેસર રીતે માદક પદાર્થ સુકા ગાંજાનો જથ્થાનું કુલ વજન- ૦૧ કિલો ૩૯૯ ગ્રામ જેની કિ.રૂા.૧૩,૯૯૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ છે અને મજકુર ઈસમને વધુ તપાસ અમરેલી સીટી પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.*
*આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓની સુચનાં અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.પોલીસ ઈન્સ્પેક્ટર આર.ડી.ચૌધરી તથા એસ.ઓ.જી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.બી.ભટ્ટ તથા એસ.ઓ.જી. ટીમનાં એ.એસ.આઈ.સંજયભાઈ પરમાર, યુવરાજસિંહ સરવૈયા,નાજભાઈ પોપટ,રફીકભાઈ રાઠોડ તથા હેડ કોન્સ.મનિષદાનગઢવી,જયરાજભાઈ વાળા,અરવિંદભાઈ ચૌહાણ તથા પોલીસ કોન્સ. દેવાંગભાઈ મહેતા, જીજ્ઞેશભાઈ પોપટાણી તથા જનકભાઈ કુવાડીયા,ગોવિંદસિંહ ડાભી તથા એફ.એસ.એલ. અધિકારી આર.સી.પંડયા દ્વારા કરવામાં આવેલ છે.*
*રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.