એક રાખી સેના કે જવાનો કે નામ “આ રક્ષાની દોરી આ ફક્ત દોરી નથી આ તો બહેનનો ભાઈને અને ભાઈનો બહેનને હદયથી અપાતો લાગણીઓનો દસ્તાવેજ છે.”
એક રાખી સેના કે જવાનો કે નામ
“આ રક્ષાની દોરી આ ફક્ત દોરી નથી આ તો બહેનનો ભાઈને
અને ભાઈનો બહેનને હદયથી અપાતો લાગણીઓનો દસ્તાવેજ છે.”
ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગની ૫૩૦૬૫ આંગણવાડી કાર્યકર બહેનોએ મોકલી દેશના જવાનોને રાખડી જેમાં કચ્છ જીલ્લાના ૨૧૧૬ આંગણવાડી કેન્દ્રોના આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા પણ ૨૧૧૬ રાખડીઓ મોકલવામાં આવેલ છે.
દેશના જવાનો પોતાના જીવના જોખમે દેશની રક્ષા કરે છે તો તેઓની રક્ષા કરવાનું બીડું આ રક્ષાબંધને આંગણવાડીની બહેનોએ ઉપાડ્યું. દરેક આંગણવાડી કાર્યકર બહેનોએ એક એક રાખડી સેનાના જવાનો માટે એકઠી કરી ગાંધીનગર મૂકામે મોકલવામાં આવી અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ,મહિલા અને બાળ વિભાગના મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા તેમજ મહિલા અને બાળ વિકાસના કમિશ્નરશ્રી રણજીતકુમાર સીંગ અને આંગણવાડીની બહેનો દ્વારા આ રાખડીઓ સેનાના જવાનોને આપવામાં આવી.
જે અંતર્ગત કચ્છના લખપત તાલુકાના BSF કેમ્પ કોટેશ્વર ખાતે સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીશ્રી લખપત અને મુખ્યસેવિકા બહેનશ્રી માતાના મઢ અને આંગણવાડી કાર્યકર બહેન તેમજ આંગણવાડીના ભૂલકાંઓ દ્વારા દેશની રક્ષા માટે સરહદ પર રહેલા જવાનોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી.
રિપોર્ટ -દિપક આહીર
ભચાઉ કચ્છ
9909724189
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.