નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લાના માર્ગ-મકાન વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ
નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લાના માર્ગ-મકાન વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ
---
અમરેલીના વિકાસકાર્યો માટે મુખ્યમંત્રીશ્રી દ્વારા સમીક્ષા કરી ઉચ્ચ કક્ષાએથી જરુરી સુચનાઓ આપવામાં આવી : નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયા
---
જિલ્લામાં માર્ગ મરામતના અને નવનિર્માણના કાર્યોમાં ગુણવત્તા અંગે ખાસ કાળજી લેવામાં આવે તે અનિવાર્ય : મુખ્ય નાયબ દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયા
---
અમરેલી, તા. ૦૯ ફેબ્રુઆરી, ૨૩ (ગુરુવાર) વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લામાં માર્ગ-મકાન વિભાગ પંચાયત અને રાજ્ય હસ્તકના મંજૂર થયેલા માર્ગો અને પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા બેઠક યોજાઈ હતી. અમરેલી જિલ્લા કલેક્ટરશ્રીની ઉપસ્થિતિમાં જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના પદાધિકારીશ્રીઓ સાથે માર્ગ મકાન વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે વર્ષ મુજબ મંજૂર થયેલા અને પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરી જરુરી સૂચનાઓ આપવામાં આવી હતી. નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યુ હતુ કે, અમરેલીના વિકાસકાર્યો માટે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા સમીક્ષા કરી ઉચ્ચ કક્ષાએથી જરુરી સૂચનાઓ પણ આ બાબતે આપવામાં આવી છે, તેમાં અમરેલી જિલ્લાના વિકાસકાર્યો માટે પણ ઉચ્ચ કક્ષાએથી આ અંગેની સૂચનાઓ આપવામાં આવી છે. જિલ્લામાં માર્ગ મરામતના અને માર્ગ નવનિર્માણના કાર્યોમાં ગુણવત્તા અંગે ખાસ કાળજી લેવામાં આવે તે અનિવાર્ય છે. આ ઉપરાંત આ કામગીરી સાથે સંકળાયેલ એજન્સીઓને ધ્યાને રાખવાની બાબતો અંગે પણ વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેનશ્રી અને જિલ્લા-તાલુકા પંચાયતના વિવિધ પદાધિકારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
જય ૦૦૦
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.