વડાપ્રધાન ના માદરે વતન માં ઓતરા દિવસે પાણી મળે છે તેથી વડનગર માં ધરે-ધરે નળથી જળનું સપનું સાકાર થયું નથી

વડાપ્રધાન ના માદરે વતન માં ઓતરા દિવસે પાણી મળે છે તેથી વડનગર માં ધરે-ધરે નળથી જળનું સપનું સાકાર થયું નથી


ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનુ વડનગર ગામ માં સનફલાવર શોપિંગ સેન્ટર ની સામે રેલ્વે લાઈન આવેલી છે અને એ રેલ્વે લાઈન ની ભીત ને અડી ને એક મોટું પોસ્ટર મારવા માં આવેલું છે.
આ પોસ્ટર માં ડબલ એન્જિન ની સરકાર ધરે-ધરે નળ થી જળ ના સપના સાકાર કરવામાં આવ્યા છે પરંતુ આ વડનગર એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નું માદરે વતન માં જ ઓતરા દિવસે પાણી આવે છે અને પાણી વેરો ૬૦૦ રુપિયા લેશે અને ઓતરા દિવસે પાણી આપે છે તો આ પાણી વેરો અડધો કેમ લેતા નથી અને સરકાર પાછી ડબલ એન્જિન ની વાત કરે છે ઘરે ઘરે નળ થી જળ નુ સપનું સાકાર ના કહેવાય કારણ કે વડાપ્રધાન ના માદરે વતન માં જ ઓતરા દિવસે પાણી મળે છે એટલે જયારે સન.૨૦૧૬ના અરસામાં નવીન પાણી ની પાઈપ લાઈન નાખવામાં આવી ત્યારે કોન્ટ્રાક્ટર કહે કે ત્રીજા માળે પાણી ચઢશે એવુ સાંભળવા મળ્યું હતું બોલવું સહેલું છે પણ કામ કરવું અઘરું છે
આજે પણ પાણી ત્રીજા માળે શું પ્રથમ માળ જ સરખું આવતું જ નથી ને અને વડનગર મા દરબાર માં ઉચાઈ પર ટાંકી હતી અને મોટી ટાંકી હતી એમાં થી આખા વડનગર ને દરરોજ પાણી મળતું હતું અને આજે આ નવીન પાઈપલાઈન નાખી ત્યારે થી વિભાજન કરવા માં આવી ત્યારે થી પાણી ઓતરા દિવસે થઈ ગયું છે અને નવીન ટાંકી સહેજ નીચે બનાવી છે અને મોટર થી પાણી આપે છે. શું "ઘરડા ગાડાં વાળે તેવું કહેવાય આજ ના યુગ ના માનવી ઘરડા માનવી જેવું કામ કરી શકશે ખરાં " એટલે કહેવત ખોટી નથી ઊચાણ વાળા વિસ્તાર ની ટાંકી થી સમગ્ર ને પાણી મળે વડનગર પાણી ની સીસ્ટમ અદભુત છે એવું કોઈ બહાર થી કોઈ આવ્યું હતું તેને કહ્યું હતું પરંતુ આ અદભૂત સીસ્ટમ ને ડામાડોળ કરી નાખી છે તેનું શું???? એટલે વડનગર માં પાણી ઓતરા દિવસે આવે છે તો દરરોજ ના માં પાણી આવે પણ વડાપ્રધાન ના માદરે વતન માં જ ઓતરા દિવસે નળ પાણી આવે તેનું શું તો વડનગર માં આ પોસ્ટર જોવા મળ્યું હતું તો ડબલ એન્જિન કહેવાય ખરાં એક કહેવત છે ઘર ના છોકરાઓ ઘંટી ચાટે અને બહાર ના લોકો આટો (લોટ) ખાય એવી વડનગર ની પ્રજાજનો આતુરતા થી રાહ જોઈ રહી છે દરરોજ પાણી મળે ઘરે -ઘરે નળ થી જળ આ વડાપ્રધાન નુ સપનું સાકાર નથી પોતાના માદરે વતન માં પાણી ઓતરા દિવસે આવે છે એટલે વડનગર માં ૩૬૫કૂવા,૨૨થી વધારે તળાવ વાવ, પાણી હોવા છતા ઓતરા દિવસે પાણી મળે છે અને પાણી પુરવઠા ના કર્મચારીઓ પણ કંજૂસ ની કાકડી હોય છે ઓતર દિવસે પાણી આપતાં હોવા છતાં પાંચ મિનિટ મોડુ બંધ નથી કરતાં પાંચ મિનિટ વહેલું બંધ કરી દે છે આ ને શું કહેવું વડનગર માં દરરોજ પાણી મળે તેવો વિચાર કરવો જોઈએ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »